Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હનીપ્રીતની હાજરીમાં આજે વિપાસનાની કઠોર પુછપરછ

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમસિંહને રેપના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી જવાના મામલે ખાસ તપાસ ટીમ (સીટ) દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. ખાસ તપાસ ટીમે હવે ખાસ અદાલતમાં દાવો કર્યો છે કે હનીપ્રીતે પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક હિંસા ભડકાવવા માટે કાવતરુ ઘડી કાઢ્યા હોવાની કબુલાત કરી લીધી છે. આ હિંસામાં ૩૬થી વધુ લોકોના મોત થયા હતા. સમગ્ર મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. હવે આવતીકાલે ડેરા સચ્ચા સૌદાના ચેરમેન વિપાસનાની પણ હનીપ્રીતની હાજરીમાં પુછપરછ કરવામાં આવનાર છે. બન્નેની સાથે પુછપરછ કરવા માટેના કેટલાક હેતુ રહેલા છે. હરિયાણાના ડીજીપી બીએસ સન્ધુએકહ્યુ છે કે વિપાસનાને પુછપરછ માટે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે. જેથી તમામ બાબતોની ખાતરી કરવા માટે તેની હાજરી પણ જરૂરી બની ગઇ છે. હનીપ્રીત ઉપર રામ રહીમને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ પંચકુલામાં હિંસા ભડકાવવાનો આક્ષેપ છે.આજે સીટ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે હનીપ્રીતે હિંસા ભડકાવવા માટે કાવતરુ ઘડ્યુ હોવાની કબુલાત કરી છે. જેમાં ૩૬ લોકોના મોત થયા હતા અને અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસ હનીપ્રીતના લેપટોપ અને મોબાઇલ જપ્ત કરવાના પ્રયાસમાં લાગેલી છે. હનીપ્રીતને શંકાસ્પદ ચીજવસ્તુ જપ્ત કરવા માટે પુછપરછના હેતુસર લાવવામાં આવી શકે છે. ગુરમિત રામ રહીમની સૌથી વિશ્વાસપાત્ર તરીકે હનીપ્રીતને ગણવામાં આવે છે. હનીપ્રીતની ત્રીજી ઓક્ટોબરના દિવસે જીરકપુર-પટિયાલા રોડથી ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા ૩૮ દિવસથી ફરાર હતી. તેને ચોથી ઓક્ટોબરના દિવસે છ દિવસ માટે પોલીસ રિમાન્ડ ઉપર મોકલવામાં આવી હતી. ત્યારબાદ તેની રિમાન્ડ અવધિ ગઇકાલે વધારાઈ હતી.૨૫મી ઓગષ્ટના દિવસે રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ હિસા ભડકી ઉઠી હતી. રામ રહીમને રેપ કેસમાં ૨૦ વર્ષની જેલની સજા કરવામાં આવ્યા બાદ હાલ તે જેલની હવા ખાઇ રહ્યો છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ભોપાલમાં કાર્યકરોના મહાકુંભમાં મોદીના કોંગ્રેસ પર તેજાબી પ્રહારો

aapnugujarat

Congress insulted voters by questioning EVM’s autheticity in LS polls, BJP’s big win: PM in Rajya Sabha

aapnugujarat

कांग्रेस ने प्रधानमंत्री मोदी को दूसरी पारी के लिए दी बधाई, दिखाई खास तैयारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1