Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ફલાય ઓવર બ્રિજ નિર્માણના કામો ધીમા

રાજયમાં જ્યાં એક તરફ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યાં બીજી તરફ આ ચૂંટણી અગાઉ લોકાર્પણ માટે ઉત્સુક બનેલા શાસકોની વચ્ચે અમદાવાદ શહેરમાં અલગ અલગ ચાર જેટલા ફલાયઓવરની ધીમી ગતિથી ચાલી રહેલી કામગીરીને લઈને સ્થાનિક રહીશો ઉપરાંત હજારો વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે ઉપરાંત રોજબરોજ નાના-મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે.આ અંગે મળતી વિગતો અનુસાર,અમદાવાદ શહેરમાં હાલ કુલ મળીને ચાર જેટલા ફલાયઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેમાં પશ્ચિમ વિસ્તારમાં ઈન્કમટેકસ ફલાયઓવર,અંજલિફલાયઓવર,પૂર્વ વિસ્તારમાં નારોલ ફલાયઓવર અને ઉત્તરઝોનમાં મેમ્કો ફલાયઓવરબ્રિજનો સમાવેશ થાય છે.જ્યાં સુધી શહેરના અંજલિફલાયઓવરબ્રિજનો પ્રશ્ન છે તો આ વિસ્તારની સોસાયટીઓના સ્થાનિક રહીશો દ્વારા કરવામા આવેલી ઉગ્ર રજુઆત બાદ અંજલિફલાયઓવરબ્રિજની કોન્ટ્રાકટર દ્વારા કરવામા આવી રહેલી કામગીરી રાત્રીના ૧૨ થી સવારના ૬ સુધી ન કરવા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોન્ટ્રાકટરને આદેશ કરવામા આવ્યો હતો.હકીકતમાં સ્થાનિક રહીશો દ્વારા ફલાયઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીને લઈને પછાડવામા આવતા હથોડાના અવાજ રાતની ઉંઘ વેરણ કરતા હોઈ રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી કામગીરી બંધ રાખવા રજુઆત કરવામા આવી હતી.ઈન્કમટેકસ ફલાયઓવરબ્રિજને લઈને રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.આજ પ્રમાણેની પરિસ્થિતિ ઉત્તરઝોનમાં ચાલી રહેલી મેમ્કોફલાય ઓવરબ્રિજની કામગીરીને લઈ બંને તરફ આવેલા સર્વિસરોડ એટલા સાંકડા બની ગયા છે કે લોકોને આવવા-જવામા પણ ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે જ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા હાઈવેને જોડતા ૧૦૦ મીટર લાંબા એવા નારોલ ફલાયઓવરબ્રિજનું કામ ચાલી રહ્યુ છે.રૂપિયા ૧૧૫ કરોડના ખર્ચથી નારોલ અને મેમ્કો ફલાય ઓવરબ્રિજની કામગીરી હાલ ચાલી રહી છે.પરંતુ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ નારોલ ખાતે છે અહીં રોજ હજારો વાહનો પસાર થાય છે સેન્ટ્રલ વર્જ પણ તુટી ગઈ છે ઉપરાંત ટ્રાફિક પ્રભાવિત થતો હોઈ ધીમી ગતિથી ચાલી રહેલી કામગીરીને લઈને પરેશાની છે.

Related posts

હોટલના સ્ટાફને પટ્ટા વડે મારવાનાં કેસમાં બોપલના ચાર કોન્સ્ટબલની ધરપકડ

aapnugujarat

બેફામ સ્પીડે વાહનો હંકારતા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી નહીં

aapnugujarat

પંચમહાલમાં કોવિડ – ૧૯ વેક્સિન અંગે વસ્તીનું સર્વેલન્સ હાથ ધરાયું

editor

Leave a Comment

UA-96247877-1