Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદીના રોયલ પેલેસ પર હુમલો, બે સુરક્ષા કર્મીના મોત :હુમલાખોર ઠાર

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં સાઉદી શાહના પેલેસ પર હુમલો થયો છે. આ હુમલામાં બે સુરક્ષાકર્મીઓના મોત નીપજ્યા છે અને હુમલાખોર ઠાર થયો છે. આ હુમલો આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે શનિવારે મોડી રાત્રે ૧૨ વાગ્યે થયો હતો.સાઉદી મીડિયાએ કહ્યુ છે કે અલ-સલામ પેલેસ પર હુમલામાં એક બંદૂકધારીને ઠાર કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના અલ સલામ પેલેસમાં સાઉદી શાહનું કાર્યાલય, સાઉદી કેબિનેટની અદાલત અને બેઠક છે. સાઉદી શાહ અહીંથી પોતાનું સરકારી કામકાજ જોવે છે.સાઉદી સુરક્ષા દળોએ માન્યું છે કે જેદ્દાહમાં સાઉદી શાહના મહેલ પર હુમલો કરનારા આંતકવાદીઓ એકલા ન હતા. તપાસ અધિકારીઓને ઘટનાસ્થળેથી એકે-૪૭ અને દારૂની એક બોટલ પણ મળી છે.આ હુમલા બાદ અમેરિકાના દૂતાવાસ તરફથી નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અમેરિકાના નાગરિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. હાલ આ હુમલાના અન્ય આરોપીઓની તલાશ ચાલી રહી છે.

Related posts

એનએસજીના સભ્યપદ માટે ભારતની રશિયાને ચેતવણી

aapnugujarat

અમેરિકા-કરાર વચ્ચે જેટ વિમાનનો ૧૨ અબજ ડૉલરનો જંગી કરાર

aapnugujarat

ફેસબુકે નવા સીઇઓની શોધ કરવી જોઇએ : એલેક્સ સ્ટેમોસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1