Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશભરના તબીબોના યુનિક રજિસ્ટ્રેશન નંબર ગોઠવાશે

દેશભરના તબીબોની વિગતો હવે એક જ જગ્યાએથી સરળ રીતે ઉપલબ્ધ થઇ શકશે. આના માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દેશના તમામ મેડિકલ પ્રેક્ટિસનરોને યુનિક પરમાનેન્ટ રજિસ્ટ્રેશન નંબર આપીને સિંગલ ડિજિટલ સિસ્ટમ હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. એમસીઆઇનું કહેવું છે કે, ડુપ્લીકેટ રજિસ્ટ્રેશન, બનાવટી હોસ્પિટલ ઉપર અંકુશ મુકવા અને મેડિકલ પ્રેક્ટિસના નિયમનને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો છે. એમસીઆઈનું કહેવું છે કે, યુનિફોર્મ રજિસ્ટ્રેશન નંબર સિસ્ટમથી એવા તબીબોને મદદ મળે છે જે સ્થાન બદલી રહ્યા છે. બોગસ વ્યવસ્થાને રોકવાના હેતુસર આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. ઔરંગાબાદ સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના અધિકારી રમેશ રોહિવાલે કહ્યું છે કે, યુનિફોર્મ રજિસ્ટ્રેશન નંબર ઉપયોગી સાબિત થશે. રોહિવાલનું એમ પણ કહેવું છે કે, આ અગાઉ બીજા રાજ્યમાં જતા તબીબોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કારણ કે તેઓ બીજા રાજ્યની મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રર્ડ રહેતા હતા. યુનિક પર્માનેન્ટ રજિસ્ટ્રેશન નંબરથી આવા તબીબોને મદદ મળશે. આ ઉપરાંત તબીબોના રજિસ્ટ્રેશનની માહિતી હાસલ કરવામાં પણ સરળતા પડશે. મેડિકલ સાથે જોડાયેલી સંસ્થાઓએ આ પગલાનું સ્વાગત કર્યું છે. આમા મહારાષ્ટ્રના એવા તબીબોને પણ રાહત મળશે જેમને દર પાંચ વર્ષમાં રજિસ્ટ્રેશન રિન્યુ કરવાની ફરજ પડતી હતી. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના નિયમ હેઠળ તબીબોને રજિસ્ટ્રેશન રિન્યુ કરતા પહેલા એક વર્ષ અને બે વર્ષ માટે બોન્ડના ગાળાને પૂર્ણ કરવાની જરૂર પડે છે આ સુવિધા એવા તબીબો માટે છે જે પોતાના ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને સુપર સ્પેશિયાલિટી ડિગ્રી ૧૯૮૦થી ૨૦૦૦ વચ્ચે મેળવી ચુક્યા છે.

Related posts

કાશ્મીર-ઉત્તરાખંડમાં હિમવર્ષા

aapnugujarat

जर्मन टुरिस्ट से सोनभद्र में बदतमीजी से सनसनी

aapnugujarat

Chandrayaan-2 sent Earth’s view, ISRO shares pictures

aapnugujarat

Leave a Comment

UA-96247877-1