Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વારાણસી હિંદુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી બાદ સ્થિતિ વિસ્ફોટક બની

યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે છેડતી બાદ છેલ્લા ત્રણ દિવસથી વારાણસી હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફરી એકવાર ભારે હોબાળો મચાવી રહ્યા છે. આ સંદર્ભમા ંહવે યોગી સરકારે ગંભીર નોંધ લીધી છે અને રિપોર્ટની માંગ કરી છે. આને લઇને વિદ્યાર્થીઓ ભારે નાખુશ દેખાઈ રહ્યા છે. રવિવારના દિવસે પણ કેટલીક જગ્યાઓએ ઝપાઝપીના બનાવો બન્યા હતા. વારાણસી હિન્દુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતીના વિરોધમાં બે દિવસના ધરણા પ્રદર્શન બાદ શનિવારે રાત્રે વિદ્યાર્થીઓએ આક્રમક બનીને દેખાવો કર્યા હતા. સ્થિતિ વણસી જતાં યુનિવર્સિટીને બીજી ઓક્ટોબર સુધી બંધ કરીદેવાનો આદેશ જારી કરાયો છે. શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ કુલપતિ જીસી ત્રિપાઠીના આવાસ ઉપર પહોંચીને દેખાવો કરવા લાગ્યા હતા. તેમને દૂર કરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. નારાજ વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો. આ બનાવમાં અનેક વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સુરક્ષા ગાર્ડને ઇજા થઇ છે. મોડી રાત્રે ડીએચયુ હોસ્ટેલથી પેટ્રોલ બોંબ પણ ઝીંકવામાં આવ્યા હતા. હિંસા ફેલાઈ ગયા બાદ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ સ્થિતિ વિસ્ફોટક રહી હતી. રવિવારે બપોરે સંકુલમાં સ્થિતિ એકાએક વણસી ગઈ હતી. બપોરે ૧૨ વાગે બ્રોચા હોસ્ટેલની સામે ટ્રેકટરમાં આગ લગાવી દેવામાં આવી હતી જ્યારે એલડી ગેસ્ટ હાઉસ ચાર રસ્તા ઉપર શાંતિમાર્ચ કાઢી રહેલી વિદ્યાર્થીનીઓ ઉપર પ્રોક્ટોરિયલ બોર્ડના સુરક્ષા કર્મીઓએ લાઠીચાર્જ કર્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલાને ગંભીરતાથી લઇને કાર્યવાહી કરવાનો સંકેત આપીદીધો છે. એમ માનવામાં આળે છે કે, સુરક્ષા કર્મીઓ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં અડધા ડઝન જેટલી વિદ્યાર્થીનીઓ ઘાયલ થઇ છે જેથી નારાજ થયેલા વિદ્યાર્થીઓએ ત્રિવેણી છાત્રાવાસની નજીક જોરદાર પથ્થરમારો કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષા કર્મીઓએ લાઠીચાર્જ કરીને દેખાવકારોને અલગ કરી દીધા હતા. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, કેટલાક અસામાજિક તત્વો આંદોલનમાં સામેલ થઇ ગયા છે. બીએચયુના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વિદ્યાર્થીનીઓને ભયભીત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. યોગી આદિત્યનાથ સરકાર હવે કાર્યવાહી કરવાના મૂડમાં દેખાઈ રહી છે. વારાણસીના ડીએમ અને એસએસપીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, કાયદાને હાથમાં લેનાર વિદ્યાર્થીઓ સાથે પણ કડકરીતે કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ચોર ટોળકીની ઉંઘ હરામ થઇ ગઇ છે : મોદી

aapnugujarat

ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર કરવા ભાજપ પ્રતિબદ્ધ : મોદી

aapnugujarat

टेरर फंडिंग मामले में NIA ने पीडीपी नेता वहीद-उर-रहमान पारा को किया गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1