Aapnu Gujarat
મનોરંજન

ઇત્તેફાકની રિમેકને લઇને સિદ્ધાર્થ ખુશ

સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર સિદ્ધાર્થ મલહોત્રા પણ બોલિવુડમાં તમામ ટોપના કલાકારો વચ્ચે જોરદાર સ્પર્ધા રહી હોવા છતાં ટકી રહેવામાં સફળ રહ્યો છે. સિદ્ધાર્થ મલહોત્રા હાલમાં એક મોટી સસ્પેન્સ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. મળેલી માહિતી મુજબ વર્ષ ૧૯૬૯માં ભારે ચર્ચા જગાવનાર કાકા નામથી લોકપ્રિય રાજેશ ખન્નાની ફિલ્મ ઇત્તેફાકની રીમેક બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં સિદ્ધાર્થને લેવામાં આવ્યો છે. મર્ડર ઉપર આધારિત આ ફિલ્મ વિતેલા વર્ષોમાં તમામ ચાહકોને ગમી ગઇ હતી. તમામ ચાહકો સારી રીતે જાણે છે કે રાજેશ ખન્નાની ફિલ્મ ઇત્તેફાક મુળભૂતરીતે બ્રિટીશ ફિલ્મ સાઇનપોસ્ટ ટુ મર્ડર પરથી બનાવવામાં આવી હતી. સિદ્ધાર્થે આ ફિલ્મના સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મ એક અલગ પ્રકારની સ્ટોરી ધરાવે છે. હજુ સુધી આ પ્રકારની ભૂમિકા કોઇ કલાકારે અદા કરી નથી. મર્ડર રહસ્ય ઉપર આધારિત આ ફિલ્મને ફરી સજીવન કરીને ચાહકોમાં આની યાદ અપાવવા માટે તે તૈયાર છે. સિદ્ધાર્થ મલહોત્રા પણ હાલમાં તો ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તેની છેલ્લે ઝ જેન્ટલમેન્‌ ફિલ્મ આવી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે જેક્લીન હતી. તે પહેલા તેની બાર બાર દેખો ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઇ હતી. સિદ્ધાર્થે કહ્યુ છે કે ગૌરી ખાન દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા કામ કરનાર છે. સોનાક્ષી સિંહા ફિલ્મમાં વિતેલા વર્ષની ફિલ્મમાં રાજેશ ખન્નાની પત્નિની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મમાં અક્ષય ખન્ના અને રાજકુમાર રાવ પણ કામ કરી રહ્યો છે. ફિલ્મ ત્રીજી નવેમ્બર ૨૦૧૭ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને આશાવાદી છે.

Related posts

લિન્ડસે લોહાન રિયાલિટી સિરિઝમાં દેખાશે

aapnugujarat

असफलता ने मुझे संतुलन सिखाया : मंजरी

aapnugujarat

માત્ર પૈસા માટે ફિલ્મોમાં આવ્યો હતો : અક્ષય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1