Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપ સાથે ગઠબંધન કરી લેવા પલાનીસામીનો સંકેત

કેન્દ્રમાં ભાજપ સાથે ભાવિ ગઠબંધન કરવાનો સંકેત આપતા મુખ્યમંત્રી પલાનીસામીએ આજે કહ્યું હતું કે, અન્નાદ્રમુક સરકાર જો કેન્દ્ર સરકાર સાથે ગઠબંધન કરશે તો તમિળનાડુના લોકો માટે વધુ સારુ કામ કરી શકશે. નમાક્કલમાં એમજીઆરની શતાબ્દી ઉજવણીના પાર્ટી કેડરને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ડીએમકે, અન્નાદ્રમુકના નેતાઓ ભાજપ સાથે હાથ મિલાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ભાજપના હિસાબે ચાલી રહી હોવાનો અહેવાલ બિલકુલ આધારવગરના છે. ડીએમકે દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કોઇ વાસ્તવિકતા નથી. તેમણે કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારના નોકર તરીકે કામ કરી રહ્યા નથી. કેન્દ્રના ઇશારે પણ ચાલી ર્હયા નથી. કેન્દ્ર સરકાર સાથે અમે સાનુકુળ સંબંધ રાખવા ઇચ્છુક છીએ. ત્યાં સુધી તમિળનાડુના વિકાસ માટે આગળ વધવા માટે ઇચ્છુક છીએ. અમારી પોતાની કલ્યાણ યોજનાઓ માટે પણ અમે કેન્દ્ર સરકાર પાસેથી સહકારની અપેક્ષા રાખી રહ્યા છીએ. ઇપીએસે કહ્યું હતું કે, સાનુકુળ સંબંધોના કારણે જ વડાપ્રધાન મોદીએ ગરીબો માટે નિર્માણ કરવામાં આવનાર આવાસો મફતમાં આપવાની વાત કરી છે. તેમણે ખાતરી આપી હતી કે, તમિળનાડુમાં ઇન્ડસ્ટ્રીયલ કાઉન્સિલ બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું.
૧૪ વર્ષથી કેન્દ્ર સરકારમાં ડીએમકેના સભ્યો હિસ્સા તરીકે રહી ચુક્યા છે પરંતુ તેમના દ્વારા રાજ્યના વિકાસમાં કોઇ ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી નથી. ઇપીએસે કહ્યું હતું કે, અમે તમિળનાડુને એક સમૃદ્ધ રાજ્ય બનાવવા ઇચ્છુક છીએ પરંતુ અન્નાદ્રમુકને પુરતી તક હજુ સુધી મળી નથી. કેન્દ્ર સરકાર સાથે હાથ મિલાવીને આ દિશામાં નક્કર પહેલ કરવામાં આવી શકે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, દિનાકરણને પાર્ટી અથવા સરકારની કલ્યાણ યોજનાઓમાં કોઇ રસ નથી. દિનાકરણ સરકારને અસ્થિર કરવાના પ્રયાસ સતત કરી રહ્યા હતા. નમાક્કલમાં અમલી કરવામાં આવેલા શ્રેણીબદ્દ પ્રોજેક્ટો અંગે મુખ્યમંત્રીએ માહિતી આપી હતી.

Related posts

દિલ્હીમાં બે સ્કૂલગર્લ સાથે દુષ્કર્મ

aapnugujarat

लोकसभा में उप सभापति पद: बीजेपी का जगनमोहन रेड्डी को ऑफर

aapnugujarat

મોનસૂન સત્રમાં ત્રણ તલાક,ઓબીસી,દુષ્કર્મને આકરી સજા અંગેના બિલ પસાર કરવા સરકાર સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1