Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હી-એનસીઆરમાં હવે નહીં દોડે જૂની ગાડીઓ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી એનસીઆરમાં જૂની ડીઝલ-પેટ્રોલ વાહનો પર રોકનો આદેશ ચાલુ રાખ્યો છે. એનજીટીના આ આદેશથી કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે.
કેન્દ્ર સરકારે એનજીટીમાં અપીલ કરી હતી કે, તેઓ પોતાના આ આદેશને મોડિફાઈડ કરે. એનજીટીના આ આદેશ બાદ હવે દિલ્હી-એનસીઆરમા ૧૦ વર્ષ જૂની ડીઝલ ગાડીઓ અને ૧૫ વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓ પર રોક લાગશે. કેન્દ્ર સરકારે એનજીટીના આ આદેશને લઈને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ કોર્ટે ફરીથી આ મામલાને એનજીટીમાં જ રિફર કર્યો હતો.
એનજીટીએ ૨૦૧૫માં પોતાના અંતરિમ આદેશમાં આ વાહનો પર રોક લગાવી હતી.એનજીટીના આદેશ બાદ દિલ્હીમાં જૂની ગાડીઓના રજિસ્ટ્રેશન થવા પર રોક લાગી ગઈ છે. એનજીટી આ પહેલા પણ અનેકવાર કેન્દ્રને ઝટકો આપી ચૂકી છે. જોક કેન્દ્ર સરકારનું વલણ આ મામલે પણ ઢીલું રહ્યું હતું.આ પહેલા એનજીટીએ કેન્દ્રને કહ્યું હતું કે, તેમણે ગત એક વર્ષથી ૧૦ વર્ષ જૂની ડીઝલ ગાડીઓને હટાવવા માટે શું કર્યું છે. એનજીટીએ પૂછ્યું કે, તમે કંઈ જ નથી કર્યું. હકીકત એ છે કે, તમે કંઈ જ કરવા નથી માંગતા. સરકારી મશીનરી કામ જ નથી કરતી.

Related posts

કોરોના : દૈનિક મોતના મામલે ભારત વિશ્વમાં પ્રથમ નંબરે

editor

પુત્રીની માતા-પિતાએ હત્યા કરાવી

aapnugujarat

राजनीतिक पंडित जनता का मिजाज नहीं पहचान पाए : मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1