Aapnu Gujarat
ગુજરાત

ભારત-જાપાન સાથે મળી એશિયામાં નવી ઉંચાઈઓ સર કરશે : સીએમ વિજય રૂપાણી

ભારત અને જાપાન સાથે મળીને એશઇયામાં નવી ઊંચાઇઓ સર કરશે એવો આશાવાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલ ઈન્ડો-જાપાન વાર્ષિક સમિટમાં વ્યકત કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેની ઉપસ્થિતિમાં ગુરૂવારે બપારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી ઈન્ડો-જાપાનસમિટમાં બંને દેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. સમિટનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસ અને જાપાન સાથેની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતના પ્રારંભથી જ જાપાન પાર્ટનર છે. તેમણે કહ્યું કે, ગીફટ સીટી, સેઝ સહિત દરિયા કિનારાની સાથે ગુજરાત ઓટો હબ થઇ રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતના પ્રારંભથી જ જાપાન પાર્ટનર છે. વધુમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવા પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત-જાપાન સાથે મળી એશિયામાં નવી ઉંચાઈઓ સર કરશે. આ તકે રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલા સવારે બુલેટ ટ્રેનના ખાત મુહૂર્ત પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટથી ગુજરાતને થનારા લાભ ગણાવ્યા હતા. તેમણે ગુજરાત અને મુંબઈનું આવન જાવનમાં ઘટાડો થશે.જેથી કોઈ દર્દીએ પણ જો ગુજરાતથી મુંબઈ સારવાર અર્થે જવું હશે તો સરળ હશે તેમ કહ્યુ હતું.અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટનાં ખાતમુહૂર્તની સાથે વડોદરામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન રેલવેને સહભાગી બનાવી રેલવે સ્ટાફ કોલેજમાં હાઈસ્પિડ ટ્રેનની કામગીરી માટેનું તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. કોલેજ પરિસરમાં ૪.૯૧ હેક્ટર વિસ્તારમાં આ અદ્યતન તાલીમ કેન્દ્રનું બાંધકામ ૨ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન અને વડોદરામાં બુલેટ ટ્રેન માટે ટેકનિકલ સ્ટાફ માટે ટ્રેનિંગ ઇસ્ટીટ્યૂટ વડોદરા ખાતે સ્થપાશે અને આ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટનું ખાતમૂહૂર્ત પણ બુલેટ ટ્રેનની સાથોસાથ કરાયુ છે. વડોદરા લાલબાગ સ્થિત નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કેમ્પસમાં આ ટ્રેનિંગ ઇન્સ્ટીયૂટ શરૂ કરાશે. જે માટે જાપાનની ટીમે જે.સી.બી. દ્વારા ખાડો ખોદી ઔપચારિક ખાતમૂહુર્ત કર્યું હતું.
નેશનલ હાઈસ્પિડ રેલ કોર્પોરેશન કંપનીના નેજા હેઠળ ભારતમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા ખાતે રેલવે સ્ટાફ કોલેજ પરિસરના ૪.૯૧ હેક્ટર વિસ્તારમાં આ અદ્યતન તાલીમ કેન્દ્રનું બાંધકામ બે વર્ષમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રખાયો છે. આ માટે જાપાનથી આવેલા ૧૫ એન્જિનિયર્સની ઉપસ્થિતિમાં વડોદરામાં આ તાલીમ કેન્દ્રનું બાંધકામ શરૂ કરી દેવાયુ છે.

Related posts

બોડેલીમાં રોશની યંગ સર્કલ કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

aapnugujarat

નશાબંધીના ચુસ્ત અમલ માટે સરકાર પ્રતિબદ્ધ : જાડેજા

aapnugujarat

રામ મંદિર મુદ્દે ૯મીએ વિહિપ દ્વારા ધર્મસભા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1