Aapnu Gujarat
ગુજરાત

શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક સમસ્યા જેવા વિષયો પર વિદ્યાર્થીઓ અને જાપાનના ફર્સ્ટ લેડી શ્રીમતી આબે વચ્ચે ચર્ચા

જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે સાથે તેમના ધર્મ પત્નિ શ્રીમતી અકી આબે  પણ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.  મુલાકાત દરમિયાન તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થિઓ સાથે પર્યાવરણને લગતા વિવિધ પ્રશ્નો, શિક્ષણ, બન્ને દેશોની સંસ્કૃતિ, દિવ્યાંગજનો માટેના પ્રશ્નો અંગેની ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન શ્રીમતી આબેએ પણ વિદ્યાર્થિઓને કેટલાક પ્રશ્નો પુછ્યા હતા. જેનો વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તર આપવામાં આવ્યા હતો.

વધુમાં શ્રીમતી આબેએ નાનપણમાં પોતે કરેલા સંઘર્ષ અને સંઘર્ષ બાદની સફળતા વચ્ચેના વિવિધ પડાવો અંગે વિદ્યાર્થિઓને જણાવ્યાં હતા. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈયાર થનાર ટેક્નોલોજી હેરીટેજ ઈન્ટરપ્રિટેશન સેન્ટરની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી હિમાંશુ પંડ્યાએ શ્રીમતી આબેને જાણકારી આપી હતી.
વિદ્યાર્થિઓ વચ્ચેના સંવાદમાં શ્રીમતી આબેએ પર્યાવરણના બદલાતા રૂપ સામેનો પડકાર ઝીલી તેના સંરક્ષણ માટે  આગળ આવવા વિદ્યાર્થિઓને આહવાન કર્યું હતું.

મુલાકાત દરમિયાન વાઈસ ચાન્સેલરશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ  મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ ઈન્ડીયા અને સ્ટેન્ડ અપ ઈન્ડીયા કાર્યક્રમ અંગે શ્રીમતી આબેને જાણકારી આપી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ તથા યુનિવર્સિટીના પ્રાધ્યાપકશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સિનિયર સિટિજન મહિલાને પુરતુ વળતર આપવા આદેશ : શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ચુકાદો

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલની રાહબરી હેઠળ ૯૦૦ જેટલા કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું..

editor

લીંબડી-રાજકોટ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે આવતા પદયાત્રીનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1