Aapnu Gujarat
બિઝનેસ

જુલાઈમાં આઇઆઇપી વૃદ્ધિ ઘટીને ૧.૨%ઃ મેન્યુફેક્ચરિંગ ઠપ

ઔદ્યોગિક ઉત્પાદન અને ફુગાવા અંગે ભારતે જુલાઈ અને ઓગસ્ટમાં ચિંતાજનક દેખાવ કર્યો છે. જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર (આઇઆઇપી) માત્ર ૧.૨ ટકા નોંધાયો હતો જે એક વર્ષ અગાઉ જુલાઈમાં ૪.૫ ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે, ખાસ કરીને કેપિટલ ગૂડ્‌ઝ સૌથી ખરાબ દેખાવ જોવા મળ્યો છે જેના કારણે આરબીઆઇ પર વધુ રેટ ઘટાડવાનું દબાણ સર્જાશે.દરમિયાન રિટેલ ફુગાવો પાંચ મહિનાની ટોચે ૩,૩૬ ટકા થયો છે. શાકભાજી અને ફળના ભાવમાં વધારો થતાં રિટેલ ફુગાવો ઓગસ્ટમાં પાંચ મહિનાની ઊંચી સપાટી ૩.૩૬ ટકા થયો હતો.
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ)એ રિલીઝ કરેલા સુધારેલા આંકડા પ્રમાણે જૂનમાં આઇઆઇપીથી માપવામાં આવતું ફેક્ટરી ઉત્પાદન ૦.૨ ટકા ઘટ્યું હતું. એપ્રિલ-જુલાઈના ગાળામાં આઇઆઇપીમાં ૧.૭ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં ૬.૫ ટકાનો વૃદ્ધિદર હતો.ઇન્ડેક્સમાં ૭૭ ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વૃદ્ધિદર જુલાઈમાં ઘટીને ૦.૧ ટકા રહ્યો હતો જ્યારે ૨૦૧૬માં સમાન ગાળામાં વૃદ્ધિદર ૫.૩ ટકા હતો. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણના પ્રોક્સી તરીકે કામ કરતા કેપિટલ ગૂડ્‌ઝનું આઉટપુટ જુલાઈમાં ૧ ટકા ઘટ્યું હતું જ્યારે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં તેમાં ૮.૮ ટકા વૃદ્ધિ થઈ હતી.
કન્ઝ્યુમર ડ્યુરેબલ ગૂડ્‌ઝની હાલત પણ એવી જ હતી. તેમાં ઉત્પાદન ૧.૩ ટકા ઘટ્યું હતું જ્યારે એક વર્ષ અગાઉ તેમાં ૦.૨ ટકાની વૃદ્ધિ હતી. વીજ ઉત્પાદનનો દેખાવ શાનદાર રહ્યો હતો જેણે જુલાઈમાં ૬.૫ ટકા વૃદ્ધિ નોંધાવી હતી જ્યારે જુલાઈ ૨૦૧૬માં વૃદ્ધિદર ૨.૧ ટકા હતો.
કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સમાં ૩.૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો (સીપીઆઇ) અગાઉના મહિનામાં ૨.૩૬ ટકા હતો. ઓગસ્ટના ફુગાવાના આંકડા માર્ચ ૨૦૧૭ પછી સૌથી ઊંચા છે. માર્ચમાં ફુગાવો ૩.૮૯ ટકા નોંધાયો હતો.
ઓગસ્ટમાં એકંદરે ખાદ્યાન્ન આધારિત ફુગાવો પણ વધીને ૧.૫૨ ટકા થયો છે. સરકારના ડેટા પ્રમાણે ફળ, શાકભાજી જેવી રોજબરોજ ઉપયોગમાં લેવાતી ચીજો ઓગસ્ટમાં મોંઘી થઈ હતી અને તેના ભાવ અનુક્રમે ૫.૨૯ ટકા અને ૬.૧૬ ટકા વધ્યા હતા. તેની સામે જુલાઈમાં ફળ અને શાકભાજીમાં ભાવવધારો ૨.૮૩ ટકા અને (-) ૩.૫૭ ટકા હતો. તેવી જ રીતે તૈયાર ભોજન, નાસ્તા અને સ્વીટની કેટેગરીમાં પણ ભાવ ૧.૯૬ ટકા જેટલા વધ્યા છે જ્યારે જુલાઈમાં તેમાં ભાવ વધારો ૦.૪૩ ટકા હતો.
ઓગસ્ટ ૨૦૧૭માં ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનના ખર્ચમાં પણ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટમાં ફુગાવો ૩.૭૧ ટકા હતો જ્યારે જુલાઈમાં તે ૧.૭૬ ટકા નોંધાયો હતો. જોકે, ધાન્ય, માંસ- માછલી, તેલ-ચરબીના ભાવમાં અનુક્રમે ૩.૮૭ ટકા, ૨.૯૪ ટકા અને ૧.૦૩ ટકાનો ઘટાડો થયો છે.

Related posts

Govt to sale Air India & BPCL by March 2020 : FM

aapnugujarat

૨૦૩૦ સુધી ભારત સહિત ૧૦ દેશો અમેરિકાને પછાડી દેશે

aapnugujarat

ફ્યુચર રિટેલમાં હિસ્સેદારી મેળવવા એમેઝોન તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1