Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીની કમાન સોંપવાની કવાયત જોરશોરથી શરૂ

અમેરિકાના પ્રવાસેથી પરત ફરેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ટુંક સમયમાં એટલે કે આગામી મહિનામાં કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે તેવી શકયતા છે. આ માટે કોંગ્રેસ તરફથી તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે રાહુલ ગાંધીની અમેરિકાની મુલાકાતને આવી કવાયતનો એક ભાગ ગણવામાં આવે છે.
આ બાબત પરથી એવું લાગી રહ્યું છે કે કદાચ રાહુલ ગાંધીને આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે પણ જાહેર કરવામાં આવે તો નવાઈ નહિ ગણાય.દરમિયાન રાજકીય સૂત્રો તરફથી એવું જાણવા મળે છે કે આવું આયોજન નીતીશકુમારે બિહારમાં જે રીતે મહાગઠબંધનને તોડીને ફરી સત્તા હાંસલ કરી હતી તેના કારણે હવે કોંગ્રેસ પણ તે મુજબ તેનાં સંગઠનમાં ફેરફાર કરી આગામી ચૂંટણીમાં કોઈ નવું આયોજન કરવા તરફ આગળ વધી રહી છે.જેમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સોનિયા ગાંધીના સ્થાને પક્ષના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામા આવે તેવી શક્યતા જણાઈ રહી છે અને જો બધુ સમુંસુતરું પાર પડશે તો આગામી ઓકટોબર માસથી કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલને નવી જવાબદારી આપવામા આવે તેવી સંભાવના છે.
જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલા રાહુલ ગાંધી તેમની છબિ સુધારવા માગે છે. જેમાં રાહુલ તેમના પિતા રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે થયેલા શીખ રમખાણોમાં જે લોકો પીડિત બન્યા હતા તે બાબતને ખોટી ગણાવી રહ્યા છે.રાહુલ ગાંધીએ તેમને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવશે તેવી વાતનો જવાબ આપતાં જણાવ્યું હતું કે તેઓ આ પદ માટે ઉમેદવાર બનવાને બદલે એક સારા અને વિપક્ષના નિર્વિવાદ નેતા બનવા માગે છે.

Related posts

ISRO set to launch 13 US satellite & 3 observation satellites

aapnugujarat

दिल्ली में लाल पट्टी लगाकर विरोध करेंगे

aapnugujarat

GSAT – 29 સફળતાપૂર્વક લોન્ચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1