Aapnu Gujarat
ગુજરાત

સેલ્ફ ફાયનાન્સ કોલેજોને બેંક ગેરેંટી આપવાની શરત રદ થઇ

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.કોમ, બીબીએ અને બીસીએની સેલ્ફ  ફાયનાન્સ કોલેજોની ફી વધારો નામંજૂર કરતી રિવ્યુ કમીટીની ભલામણોને પડકારતી કોલેજોની પિટિશનમાં અગાઉ તેમણે માંગેલી ફી ઉઘરાવવા સીંગલ જજે મંજૂરી આપી હતી પરંતુ સાથે સાથે યુનિવર્સિટી સમક્ષ બેંક ગેરેંટી આપવા કોલેજોને તાકીદ કરી હતી. જેથી આ સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ બેંક ગેરેંટીની શરતને પડકારતાં ખંડપીઠે આ શરત રદ કરી હતી. નોંધનીય છે કે, હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટમાં જે આખરી હુકમ થાય તે પ્રમાણે જો ફી ઓછી વસૂલવાનો હુકમ થાય તો, કોલેજોએ વધારાની ફીની તફાવતની રકમ વિદ્યાર્થીઓને પરત કરવાની રહેશે અને આ માટે કોલેજ સત્તાવાળાઓએ યુનિવર્સિટી રજિસ્ટ્રારને બાંહેધરીપત્ર આપવાની તાકીદ કરાઇ છે. રિટ અરજીમાં કોલેજો તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, ફી રિવ્યુ કમીટી દ્વારા તા.૧૬-૭-૨૦૧૬ના રોજ બીકોમ, બીબીએ અને બીસીએ માટે યુનિવર્સિટી સમક્ષ અહેવાલ રજૂ કરી અરજદાર સેલ્ફ ફાયનાન્સ કોલેજોની ફીમાં વધારો કરવો જરૂરી નહી હોવાનું ઠરાવ્યું હતું. જેની સામે કોલેજોએ રિટ કરી હતી તેમણે માંગેલી ફી વસૂલવા દેવાની મંજૂરી માંગી હતી. આ કેસમાં સીંગલ જજે કોલેજોને વચગાળાની રાહતરૂપે વધારા પ્રમાણેની ફી વસૂલવા મંજૂરી આપી હતી પરંતુ સાથે સાથે સ્પષ્ટ કર્યું હતું કે, જો કેસના આખરી નિર્ણય વખતે કોલેજોની વિરૂધ્ધમાં હુકમ થાય તો કોલેજોએ વિદ્યાર્થીઓને વધારાની ઉઘરાવાયેલી ફીની રકમ પરત કરત કરવાની રહેશે. આ વધારાની ફી માટે યુનિવર્સિટી કોલેજો પાસેથી બેંક ગેરેંટી લઇ શકે છે. બેંક ગેરેંટીની આ શરત અયોગ્ય હોઇ તે રદ કરી રાહત આપવા કોલેજો તરફથી હાઇકોર્ટને વિનંતી કરી હતી, જે ગ્રાહ્ય રખાઇ હતી.

Related posts

આઇએમએ સાથે જોડાયેલા ડોકટરો આજે હડતાળ ઉપર

aapnugujarat

વિરમગામ તાલુકાના જખવાડા ખાતે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

મેમનગર વિસ્તારમાં ચાલતી વધુ પાંચ ટેરેસ રેસ્ટોરન્ટ સીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1