Aapnu Gujarat
બિઝનેસ

કાર પર જીએસટી સેસ વધારો અમલી બન્યો : લકઝરી-એસયુવી ગાડીઓ મોંઘી

મધ્યમ કદની કાર, લકઝરી કાર અને એસયુવી ઉપર વધારવામાં આવેલો ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)   અમલી બની ગોય હતો. જીએસટી કાઉન્સિલે નવમી સપ્ટેમ્બરના દિવસે મધ્યમ કદની કાર ઉપર સેસમાં બે ટકાનો વધારો કર્યો હતો. આની સાથે જ અસરકારક જીએસટી રેટ વધીને ૪૧ ટકા થઇ ગયો હતો. આવી જ રીતે મોટી કાર ઉપર સેસમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ કુલ જીએસટીનો આંકડો ૪૮ ટકા સુધી પહોંચી ગયો હતો જ્યારે એસયુવી ઉપર સેસમાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ આ વધારો ૫૦ ટકા થયો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ દ્વારા આજે ટિ્‌વટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, સ્પેશિફાઇડ મોટર વ્હીકલ્સ ઉપર વળતર સેસના અસરકારક દરોમાં વધારાના સંદર્ભમાં જાહેરનામુ જારી કરી દેવામાં આવ્યું છે. આની સાથે જ જીએસટીના નવા દર અમલી કરી દેવામાં આવ્યા છે. શનિવારના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. ત્યારબાદ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, મોટા વાહનોમાં જેમાં ગ્રાહકોની ખર્ચની બાબત ઉંચી છે તેમાં સેસમાં વધારો કરવામાં આવ્યો છે. જીએસટી પહેલાના રેટ જાળવવામાં આવ્યા નથી. કેટલાક મામલામાં ઓટો કંપનીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આવી જ રીતેનાની પેટ્રોલ અને ડીઝલ કાર ઉપર સેસ તથા હાઇબ્રીડ કાર ઉપર સેસ તેમજ ૧૩ પેસેન્જરોને લઇને જનાર વાહનો ઉપર સેસમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. બીજી બાજુ જીએસટી હેઠળ નક્કી કરવામાં આવેલા ટેક્સ તરીકે નવા દર અમલી બનાવી દેવામાં આવ્યા બાદ અનેક સેન્ટ્રલ અને રાજ્યોના કરવેરા જીએસટીમાં મર્જ થઇ ગયા હતા. આ ખામીને દૂર કરવા કાઉન્સિલે સેસમાં વધારો કર્યો હતો. જીએસટી વ્યવસ્થા હેઠળ કાર ૨૮ ટકાના સૌથી હાઈએસ્ટ ટેક્સ સ્લેબમાં આવે છે. આ સંદર્ભમાં વટહુકમ ગયા સપ્તાહમાં જારી કરવામાં આવ્યા બાદ કેટલીક હિલચાલ હાથ ધરવામાં આવી હતી. સેસને ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કાઉન્સિલે જુદા જુદા સેગ્મેન્ટમાં સેસમાં વધારાના પ્રમાણ અંગે નિર્ણય લીધો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા, ઓડી, મર્સીડીઝ અને જેએલઆર ઇન્ડિયા એસયુવી સાથે પોતાની મોટી કાર અને મધ્યમ કાર ઉપર વધારવામાં આવેલા સેસને ગ્રાહકો ઉપર લાદવાની તૈયારીમાં છે. કંપનીઓનું કહેવું છે કે, રેટમાં સતત વધારાના પરિણામ સ્વરુપે માર્કેટ અસ્થિર બની જશે. નવા રેટ હેઠળ હોન્ડાસિટી, મારુતિ સુઝુકી સિયાઝ પેટ્રોલ અને હાલમાં જ લોન્ચ કરવામાં આવેલી હિન્ડાઈ વર્ના જેવી લોકપ્રિય મધ્યમકદની કારની કિંમતમાં બે ટકા સુધીનો વધારો થશે. આવી જ રીતે બીએમડબલ્યુ-૩, ૫- અને સાત સિરિઝ, ઓડી એ-૩, એ-૪, એ-૬, એ-૮ તેમજ મર્સીડિઝ સી ક્લાસ, ઇ ક્લાસ અને એસ ક્લાસ જેવી લકઝરી કાર પાંચ ટકા સુધી મોંઘી બની જાય તેવી શક્યતા છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કારો, રેનોલ્ટ બસ્ટર, ટોયોટા ફોર્ચુનર, લેન્ડરોવર ડિસ્કવરી, ઓડી ક્યુ૩, ક્યુ૫, ક્યુ૭, બીએમડબલ્યુ એક્સ૩, એક્સ૫, મર્સીડિઝ જીએલએ, જીએલસી અને જીએલએસમાં સાત ટકા સુધીનો વધારો થઇ જશે. વટહુકમ જારી કરવામાં આવ્યા બાદથી કંપનીઓ આને લઇને પોતાની નવી વ્યૂહરચના તૈયાર કરી રહી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમડી પવન ગોયેન્કાનું કહેવું છે કે, કેટેગરીની ચોક્કસ પરિભાષાની અમે રાહ જોઈ રહ્યા છીએ. વધારવામાં આવેલા સેસની જે કંઇપણ અસર રહેશે તેને અમલીકરણની તારીખથી સુધારવામાં આવેલી કિંમત સાથે રજૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે ખુશ છીએ કે કેટલીક બાબતોને સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી છે.

Related posts

नए साल से पहले लग सकती पुराने माल की सेल : जीएसटी लागू होने से हो़ड़ वाला नजारा दिख सकता

aapnugujarat

ઇન્કમ સપોર્ટ સ્કીમથી ૧.૫ ટ્રિલિયનનો બોજ પડશે

aapnugujarat

RBI બોર્ડની આજે મહત્વની બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1