Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિશાળ ડેરા સંકુલમાં બજાર, હોસ્પિટલ તેમજ સ્ટેડિયમ

રેપના મામલામાં સજા પામેલા ગુરમિત રામ રહીમના સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા હેડક્વાર્ટર પર તપાસ કામગીરી દરમિયાન ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી. બળાત્કારના કેસમાં ડેરા પ્રમુખ ગુરમિત રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ અને ૨૯મી ઓગસ્ટના દિવસે બાબાને ૧૦-૧૦ વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ ડેરા સચ્ચા સૌદા હેડક્વાર્ટરને લઇને ચર્ચાઓનો દોર શરૂ થયો હતો અને તેની વિશેષતાઓની ચર્ચા પણ ચાલી હતી. સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા હેડક્વાર્ટર સંકુલ ૮૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં અતિ આધુનિક તમામ સુવિધાઓ રહેલી છે. આમા શૈક્ષણિક સંસ્થાઓ, બજાર, હોસ્પિટલ, સ્ટેડિયમ, આવાસ સંકુલનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ ઉપરાંત વિશ્વની તમામ ખુબસુરત જગ્યાઓ પૈકીની જગ્યાઓ પણ બનાવવામાં આવી છે. અતિઆધુનિક અને કિંમતી સુવિધાઓ રુમમાં રહેલી છે. જેને જોઇને કોઇપણ અબજોપતિ લોકો પણ ચોંકી શકે છે. હવે ડેરાના સંકુલમાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કહી ચુક્યા છે કે, ડેરાના નામ ચર્ચા ગૃહોમાં તપાસ કરવામાં આવી રહી છે. ડેરાના હેડક્વાર્ટરને ખતરામુક્ત બનાવવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે. આજે સર્ચ ઓપરેશન વેળા મોટી સંખ્યામાં સુરક્ષા દળોને સાથે રાખવામાં આવ્યા હતા. કોઇપણ પ્રકારની હિંસા ન ફેલાય તે માટે આસપાસના વિસ્તારોમાં સંચારબંધી અમલી કરવામાં આવી હતી. પ્લાસ્ટિકના બનેલા સિક્કા મળી આવ્યા બાદ આ સિક્કાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવી રહ્યો હતો તેને લઇને પણ તપાસ કરવામાં આવશે. રિપોર્ટ હરિયાણા હાઈકોર્ટમાં સુપરત કરાશે.

Related posts

આરજેડી અને કોંગ્રેસ દ્વારા બેઠકોની જાહેરાત

aapnugujarat

કોંગ્રેસ છોડી જેડીએસ લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે..!!?

aapnugujarat

TN Govt desire on banning social media video app, TikTok

aapnugujarat

Leave a Comment

UA-96247877-1