Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડેરા નજીક સંચારબંધી લાગૂ કરાઈ : ઇન્ટરનેટ સેવા બંધ

હરિયાણા સરકારે સાવચેતીના પગલારુપે સિરસામાં ડેરા સચ્ચા સૌદાની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન દરમિયાન સંચારબંધી લાગુ કરી હતી. આ ઉપરાંત સિરસામાં ૧૦મી સપ્ટેમ્બરની રાત સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અર્ધલશ્કરી દળો, , સેના અને જિલ્લા પોલીસની ટીમો દ્વારા સર્જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. સર્ચ ઓપરેશનમાં અર્ધલશ્કરી દળની ૪૧ કંપનીઓ, સેનાની ચાર ટુકડી અને ચાર જિલ્લાની પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા એક સાથે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ડેરા પ્રેમીઓને સહકાર કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા હતા. ડેરાના સંકુલમાં જવા પત્રકારોને પણ તક આપવામાં આવી ન હતી. સર્ચ ઓપરેશન માટે ડેરા મડામથકને ૧૦ જુદા જુદા ઝોનમાં વિભાજિત કરીને કાર્યવાહી ચાલી હતી. સર્ચ ઓપરેશનને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબુત રાખવામાં આવી હતી. બેંકના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા. પંજાબ અને હરિયાણઁા હાઇકોર્ટના આદેશ બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જ્યાં સુધી સર્ચ ઓપરેશન જારી રહેશે ત્યાં સુધી સંચારબંધીને અમલી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડેરા વડા ગુરમીત રામ રહીમને રેપના કેસમાં અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. જેમાં ૩૧થી વધારે લોકોના મોત થયા હતા. દરમિયાન ડેરાના પ્રવકતાએ શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. દિવસ દરમિયાન કાર્યવાહીનો દોર જારી રહે તેવી શક્યતા છે. જિલ્લામાં ૫૦૦૦થી વધારે સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ડેરા સચ્ચા સૌદાના હેડક્વાર્ટરની શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરાયું હતું.

Related posts

દિલ્હીમાં ફરી કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો

aapnugujarat

कश्मीरी पंडितों की जरूरत है अलग टाउनशिप: राज्यपाल मलिक

aapnugujarat

No possibility of diplomatic relations with India : Qureshi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1