Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઓબામા વિરુધ્ધ ટ્રમ્પનો દાવો ખોટો સાબિત થયો : કોઈ પુરાવા મળ્યા નહીં

અમેરિકાના ન્યાય મંત્રાયલે એ વાતની સ્પષ્ટતા કરી છે કે દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા મળ્યા નથી કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વર્ષ ૨૦૧૬ની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમના ફોન ટેપ કર્યા હતા. અમેરિકાના મંત્રાલયે સરકારી દેખરેખ રાખતી સંસ્થા અમેરીકન ઓવરસાઈટની માહિતી મેળવી અને કોર્ટમાં પોતાનો જવાબ આપતા કહ્યું કે એફબીઆઈ અને રાષ્ટ્રીય સુરક્ષા ડિવીઝન એનએસડી આ વાતને સમર્થન આપે છે કે ૪ માર્ચ ૨૦૧૭એ ટ્‌વીટમાં જણાવ્યું છે કે ફોન ટેપ કરવા બાબતે કોઈ રેકોર્ડ મળ્યો નથી. ટ્રમ્પે ૪ માર્ચે ટ્‌વીટ કરી હતી કે અત્યારે જ જાણવા મળ્યું કે ઓબામાએ જીત મળ્યા પહેલા ટ્રમ્પ ટાવરમાં મારો ફોન ટેપ કરાવડાવ્યો હતો. જોકે આ બાબતે કોઈ પુરાવા મળ્યા નથી. જેથી ઉલ્લેખનીય છે કે પુરાવા વિના પગલા ઉઠાવાયા છે. તેમણે કહ્યું હતુ કે ચૂંટણીની પવિત્ર પ્રક્રિયામાં મારો ફોન ટેપ કરાવવો એ રાષ્ટ્રપતિ ઓબામાએ કેટલી હદે ખરાબ કામ કર્યુ છે. આ નિક્સન વોટરગેટ છે. જે ખરાબ વ્યક્તિ છે. ટ્રમ્પના પૂર્વ પ્રવક્તા સીન સ્પાઈસરે આનો બચાવ કર્યો હતો અને ફોક્સ ન્યૂઝની રિપોર્ટના હસ્તાંતરણનો આરોપ લગાવ્યો હતો કે બ્રિટનની જીસીએચક્યુ ખાનગી એજન્સીએ ઓબામા માટે ફોન ટેપ કર્યો હતો.

Related posts

ईरान से प्रतिबंध हटा कर अमेरिका ‘पहला कदम’ उठाए : रूहानी

aapnugujarat

મસુદ મામલો : ચીનના વલણથી અમેરિકા સહિતના દેશ ભારે ખફા

aapnugujarat

ब्रिक्स घोषणापत्र में लश्कर और जैश की कड़ी निंदाः भारत की जीत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1