Aapnu Gujarat
બિઝનેસ

જુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ, ૨૧ લાખ વેપારીને લાભ

જીએસટી કાઉન્સિલની ભલામણ સ્વીકારતાં કેન્દ્ર સરકારે જુલાઇની ડેડલાઇનમાં જીએસટી રીટર્ન ન ભરવા પરની પેનલ્ટી કાઢી નાખી છે. જીએસટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૨૫ ઓગસ્ટ પછી દરરોજનો ૨૦૦ રુપિયા દંડની જોગવાઇ હતી. જોકે કરદાતાઓએ લેટ ફી નહીં લાગે પણ બાકી રકમ પર વ્યાજ આપવું પડશે.નાણાંપ્રધાન અરુણ જેટલીએ આ પહેલાં જણાવ્યું હતું કે ડેડલાઇન સુધી જીએસટી રીટર્ન નહીં ભરવા પર દરરોજ ૨૦૦ રુપિયા દંડ લેવાશે જેમાં ૧૦૦ રુપિયા કેન્દ્રીય જીએસટી અને ૧૦૦ રુપિયા રાજ્ય જીએસટીમાં જશે.
અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જુલાઇ સુધીમાં ૫૯.૫ લાખ કરદાતાઓએ જીએસટી ફાઇલ કરવાનું હતું પરંતુ ૨૯ ઓગસ્ટ સુધીમાં ૩૮.૩ લાખ રીટર્ન જ ફાઇલ થયાં હતાં. બાકીના ૨૧ લાખ લોકો પર પેનલ્ટી લાગવાની હતી પરંતુ નાણાંવિભાગે જીએસટી કાઉન્સિલની ભલામણ થતાં પેનલ્ટી કાઢી નાખી છે. સાથે જે લોકોએ જીએસટી રીટર્ન ફાઇલ કરતાં ભૂલો થઇ છે તેઓ જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૨ ફાઇલ કરતી વખતે તેને સુધારી શકશે. જીએસટીઆર-૧ બિઝનેસ સેલ્સ માટે ફાઇલ કરવાનું છે અને જીએસટીઆર-૨ બિઝનેસ પરચેઝ માટે ફાઇલ કરવાનું છે. જુલાઇ માટે ફાઇલ કરવાનો સમય ૧થી ૫ સપ્ટેમ્બર અને ૬થી ૧૦ સપ્ટેમ્બર છે.

Related posts

RBI એ રેપોરેટ ન બદલતા મોંઘવારીના ટેન્શનમાં રાહત નહીં

editor

WPI ફુગાવો ૪.૪૩ ટકા : ૧૪ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો

aapnugujarat

રોકાણ આઈટી રિટર્નમાં ન દર્શાવ્યું તો ગણાશે બેનામી સંપત્તિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1