Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હનીપ્રીતની હજુ સુધી કોઈ ભાળ નહીં, ફતેહાબાદ જવાનું કહી હિસાર ગઈ હતી

બળાત્કારી બાબા ગુરમીત રામ રહીમને ભગાડવાનું ષડયંત્ર રચાયું હતું, જેમાં તેની દત્તક પુત્રી હનીપ્રીતનો મહત્વનો રોલ છે. હવે બાબા જેલમાં છે અને હનીપ્રીત ગાયબ છે. સાથે જ ગાયબ છે હરિયાણા પોલીસનો કોન્સ્ટેબલ વિકાસ અને તે ત્રણ લોકો જેઓ પોતાની જવાબદારીએ હનીપ્રીતને રોહતકની સુનારિયા જેલથી પરત લાવ્યાં હતા. આ ચારેયએ હનીપ્રીતને લઈ જતાં સમયે એક કાગળ પર પોતાના નામ અને મોબાઈલ નંબલ લખ્યાં હતા. જેમાં રોહતકનો સંજય ચાવડા સામે આવ્યો છે જયારે બાકીના લોકોના મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યાં છે. ચાવડાએ કહ્યું કે જેલ એડમિનિસ્ટ્રેશનને લેખિતમાં ફતેહાબાદ જવાની વાત કહીને હનીપ્રીત હિસાર જવા નીકળી ગઈ હતી.કોન્સ્ટેબલ વિકાસ સહિત ચારેય શખ્સ જેલથી હનીપ્રીતને ફોર્ડ કારમાં લઈ ગયા હતા. પોલીસે તે ગાડીનો નંબર નોંધ્યો ન હતો.
ચાવડાના કહેવા મુજબ હનીપ્રીત રોહતકમાં ૪૫ મિનિટ તેના ઘરે રોકાઈ હતી. જે બાદ બાકીના લોકો સાથે હિસાર ચાલી ગઈ હતી.પંચકૂલા પોલીસે છેલ્લાં દિવસોમાં હનીપ્રીત વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. અત્યારસુધી તેની કોઈ જ ભાળ મળી નથી. પંચકૂલા પોલીસની એસઆઇટી તેની તલાસ કરી રહી છે.
પંચકૂલા પોલીસની એસઆઇટી રોહતક, હિસાર, ઝઝ્‌ઝરમાં તપાસ કરી ચૂકી છે, પરંતુ તેને કોઈ મહત્વની કડી મળી નથી. પોલીસ આદિત્ય ઈંસા, દિલાવર ઈંસા, પવન ઈંસા, મોહિન્દર ઈંસાને પણ હજુ સુધી નથી પકડી શકી.કોર્ટમાં રેપનો દોષી સાબિત થયાં બાદ રામ રહીમને કોર્ટમાંથી ભગાડવના પ્રયાસને અમલમાં મુકવા તેમજ હિંસા ભડકાવવામાં હનીપ્રીતનો મહત્વનો રોલ રહ્યો છે. હનીપ્રીતને જ તમામ પ્લાનની જાણકારી હતી. ગુરમીતને ભગાડવાની યોજના અંગે લોકો હનીપ્રીતના ઈશારે જ કામ કરી રહ્યાં હતા.
હનીપ્રીતને સુનારિયા જેલથી પોતાના ઘરે લઈ જઈ રહેલા રામ રહીમના મુખ્ય અનુયાયી સંજય ચાવડા સામે આવી ગયો છે. આ અનુયાયીના જ રોહતકના ઘરે ૨૫ ઓગસ્ટની રાત્રે લગભગ ૪૫ મિનિટ સુધી હનીપ્રીત રોકાઈ હતી. બાદમાં તે એક ઇનોવાથી બે નજીકના લોકો અને એક સુરક્ષાગાર્ડ સાથે નીકળી હતી. સંજય પોતે જ તેને હિસાર જવાનો રસ્તો બતાવીને આવ્યો હતો. ૨૫ ઓગસ્ટ પછી સંજય મળી રહ્યો ન હતો. પરંતુ સંજયની માતાનું નિધન થઈ ગયું હતું અને આ કારણસર તે રોહતકમાં તેના ભાઈના ઘરે હતો. શનિવારે સંજયે હનીપ્રીત સાથે જોડાયેલી વાતો રજૂ કરી. તેને જણાવ્યું કે જેલ એડમિનિસ્ટ્રેશનને લેખિતમાં ફેતહાબાદ જવાની વાત કહીને હનીપ્રીત હિસાર જવા નીકળી ગઈ હતી.

Related posts

જાતીય સતામણીના આક્ષેપો ખોટા છે : એમ.જે. અકબર

aapnugujarat

૧૩ જુલાઇ સુધી દેશમાં લગભગ અઢી લાખ વેક્સિનના ડોઝ ખરાબ થયા

editor

સરકાર ખેડૂતોમાં ફૂટ પડાવવાનો પ્રયાસ કરી રહી છે : ભારતીય કિસાન યુનિયન

editor

Leave a Comment

UA-96247877-1