Aapnu Gujarat
મનોરંજન

સલમાનની ટાઇગર જિન્દા હે ફિલ્મને વહેલી તકે રજૂ કરાશે

સલમાન ખાન અને કૈટરીના કૈફ અભિનિત ફિલ્મ ટાઇગર જિંદા હે ફિલ્મ વહેલી તકે રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક છે.
હાલમાં અંતિમ તબક્કાનું શુટિંગ ચાલી રહ્યુ છે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ એક્શનથી ભરપુર રહેશે. બોલિવુડની હોટ જોડી રહેલી સલમાન અને કૈટરીના કૈફ વચ્ચે પ્રેમ સંબંધોનો ખુબ પહેલા જ અંત આવી ચુક્યો છે પરંતુ તેમની વચ્ચે હજુ પણ મિત્રતા રહેલી છે જેનાં ભાગરૂપે હાલમાં બંન્ને એક જાહેરાતના શુટિંગમાં બંન્ને સાથે નજરે પડ્યા હતા. હાલમાં એક ઇન્ટરનેશનલ બ્રાન્ડની એડમાં બંન્ને સાથે નજરે પડ્યા હતા. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે બંન્ને સાથે ફિલ્મમાં કામ કરી શકે છે. બંન્નેની જોડી ભારે ધુમ મચાવી ચુકી છે. સલમાન અને કૈટરીના કૈફ છેલ્લે એક થા ટાઇગર ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતા.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દેવામાં સફળ રહી હતી. કબીર ખાનની આ ફિલ્મ દેશભરમાં લોકોને પસંદ પડી હતી. કૈટરીના કૈફ અને સલમાન વચ્ચે પ્રેમ સંબંધોનો અંત આવી ગયો હોવા છતાં બંન્ને એકબીજાના સારા મિત્ર રહ્યા છે. હાલમાં કૈટરીના કૈફ અને રણબીર કપુરના સંબંધ તુટી ચુક્યા છે. તેમની વચ્ચે કેટલાક સમયથી સંબંધ હતા. બંન્ને એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. બંન્ને ફિલ્મમાં કામ કરશે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી રહી નથી. ટાઇગર જિંદા ફિલ્મ કૈટરીના કૈફ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ જે રીતે દર્શકો ગમી નથી તે જોતાં આ ફિલ્મ અને ફિલ્મનાં પ્રમોશનમાં સલમાન ખાન જાન લગાવી દેશે તેમ ફિલ્મી પંડિતો માની રહ્યાં છે. આ ફિલ્મની કૈટરીના કૈફને પણ ઘણી આશા છે કારણકે તેની છેલ્લી બે-ત્રણ ફિલ્મો ફ્લોપ ગઈ છે.

Related posts

बचपन में दिव्या दत्ता अमिताभ बच्चन की तरह बनना चाहती थीं

editor

મણિકર્ણિકા ફિલ્મમાં કંગના દ્વારા ૧૫૦ વર્ષ જુના હથિયારોનો ઉપયોગ કરાયો

aapnugujarat

हेट स्टोरी-४ की शूटिंग पुरी हुई : अगले साल में रिलीज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1