Aapnu Gujarat
મનોરંજન

સલમાન- જેક્લીન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય રોલમાં હશે

રેસ-૩ ફિલ્મમાં સલમાન ખાન અને જેક્લીનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ બોલિવુડમાં આની ચર્ચા જોવા મળી રહી છે. જેક્લીને વધુ એક મોટી ફિલ્મ હાંસલ કરી લીધી છે. રેમો ડિસોજાની ફિલ્મમાં પણ સલમાન સાથે જેક્લીન જ કામ કરી રહી છે. જ્યારે ટોપની અભિનેત્રી સલમાન સાથે ફિલ્મ મેળવી લેવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે જેક્લીનને સીધી રીતે બે ફિલ્મ મળી ગઇ છે. તે પહેલા કિક ફિલ્મમાં સલમાન સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં બન્નેની કેમિસ્ટ્રીની પ્રશંસા થઇ હતી. રેસ-૩ ફિલ્મમાં નવી જોડી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉના બે ભાગમાં સેફ અલી ખાન મુખ્ય સ્ટાર તરીકે રહ્યો હતો. મુળબૂત રેસ ફિલ્મ વર્ષ ૨૦૦૮માં રજૂ કરવામાં આવી હતી. જેમાં સેફ અલી ખાન, બિપાશા બાસુ, અક્ષય ખન્ના અને કેટરીના કેફ, અનિલ કપુર સમનીરા રેડ્ડીની મુખ્ય ભૂમિકા હતી.સિક્વલ પાંચ વર્ષ બાદ રજૂ કરવામાં આવી હતી. જેમાં અનિલ કપુર અને સેફની સાથે દિપિકા, જેક્લીનજહોન અબ્રાહામ અને અમિષા પટેલે ભૂમિકા અદા કરી હતી.
અગાઉનુ બન્ને ફિલ્મોનુ નિર્દેશન અબ્બાસ મસ્તાન દ્વારા કરવામાં આવ્યુ હતુ. હવે ત્રીજા ભાગમાં સલમાન ખાન અને જેક્લીનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સેફ જોવા મળશે નહી. ફિલ્મનુ શુટિંગ મુંબઇમાં ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવનાર છે. અન્ય કલાકારો અંગે હાલમાં કોઇ વાત કરવામાં આવી નથી. જેક્લીન હાલમાં જેન્ટલમેન ફિલ્મમાં નજરે પડી હતી. જો કે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ રહી છે.

Related posts

તાપ્સી મનમર્જિયા ફિલ્મને લઇ આશાવાદી

aapnugujarat

મહારાષ્ટ્રનાં એક ગામમાં સની લિયોનના નામનું મંદિર બનશે

aapnugujarat

અદિતી હવે સાયકો નામની તમિળ થ્રીલર ફિલ્મમાં હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1