Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત થતા બુટલેગર કાર મુકીને ફરાર

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર માંકવા નજીક અકસ્માત થતાં કારમાં સવાર બુટલેગર કાર મુકી ફરાર થઈ ગયો હતો. આ કારમાંથી વિદેશી દારુ કિંમત ૯૩૬૦૦ મળી આવ્યો હતો. પોલીસે કાર સાથે કુલ રુ.૪,૯૩,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના માંકવાની સીમમાંથી એક્સપ્રેસ વે પર મારૃતી સ્વીફ્ટ ગાડી નં. જીજે૧ આર.એલ. ૨૫૪૨ અમદાવાદ થી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે માંકવા સીમ નજીક આગળ જતાં વાહન સાથે કાર ટકરાઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાતા કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. આ કાર બિનવારસી પડી હોવાની જાણ થતાં મહેમદાવાદ પોલીસ સ્થળ પર દોડીને ગઈ હતી.કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારુ બોટલ નંગ ૯૬ કિંમત તથા બિયર બોટલ નંગ ૪૫૬ મળી કુલ ૯૩,૬૦૦નો વિદેશી દારુ મળી આવ્યો હતો. પોલીસે કાર સાથે કુલ ૪,૯૩,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદીની પ્રતિક્રિયા

aapnugujarat

આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત આવશે

aapnugujarat

હિંમતનગર ખાતે હર્ષોલ્લાસથી મોહરમની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1