Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રાઝિલમાં બિયરની બોટલ પર વિષ્ણુ ભગવાન, હિન્દુઓએ મચાવ્યો હોબાળો

બ્રાઝિલમાં હિન્દુઓના આરાધ્ય ભગવાન વિષ્ણુનું નામ બિયર બોટલ પર મુકાતા હિન્દુઓએ ભારે ઉહાપોહ મચાવ્યો છે.
હિન્દુઓએ બ્રાઝિલના સીવરજેરિયા કોલોરાડોને પીળી એલી બિયર પર વિષ્ણુ ભગવાનનું નામ મુકવા બદલ માફી માગવા અને બોટલ પરથી તેમનું નામ તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી છે. બિયર કંપનીએ એકદમ અયોગ્ય કૃત્ય આચર્યું છે.આ બિયર પોર્ટુલગની ભાષા વિક્સનુ નામ ધરાવે છે. તેનો અર્થ વિષ્ણુ જ થાય છે. કંપનીની વેબસાઈટ પર પણ જણાવવામાં આવ્યું હતું કે વિષ્ણુનો હિન્દુઓના મુખ્ય દેવતાઓમાં સમાવેશ થાય છે. બિયર ભારતીય વિવિધતા સાથે સ્વાદિષ્ટ પણ છે. તે સુખદ અને નિરંતર કડવાશથી ભરપૂર છે. બિયરના શોખીનો માટે તે ખરેખર આદર્શ છે.યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુના ચેરમેન અને હિન્દુ નેતા રાજન ઝેડે જારી કરેલા નિવદેનમાં જણાવ્યું હતું કે વાણિજય કે પછી અન્ય કાર્ય માટે હિન્દુ દેવતાઓ અથવા પ્રતીકોનો ઉપયોગ યોગ્ય ન ગણાય. કારણ કે તેનાથી ભક્તોની આધ્યાત્મિક ભાવના ઘવાય છે.તેમણે જણાવ્યું હતું કે ભગવાન વિષ્ણુ હિન્દુ ધર્મના મહાન દેવતા છે અને તેમનું સ્થાન મંદિરો અને ઘરના મંદિરોમાં છે. તેમના નામનો ઉપયોગ બિયર વેચવા માટે કરી શકાય નહીં. વિષ્ણુ ભગવાનને દારુના સેવન સાથે જોડવું ખુબ જ અપમાનજનક છે.

Related posts

ઉત્તર કોરિયાએ જાપાન પર મિસાઇલ ઝીંકી

aapnugujarat

બર્ફીલા તોફાન આગળ દુનિયાની મહાસત્તા અમેરિકા લાચારઃ ૧ કરોડ લોકો સંકટમાં

editor

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પ્રજાને આકરાં કરવેરાનો ડોઝ આપ્યો

editor

Leave a Comment

UA-96247877-1