Aapnu Gujarat
રાષ્ટ્રીય

લાલબાગચા રાજાના દર્શન બંધ કરાયા

ગણેશ ચતુર્થીના મુહૂર્ત પર ફરી શહેરમાં આગમન કરનાર વરસાદે મંગળવાર સવારથી જ મુંબઈને બાનમાં લેવાની શરૃઆત કરી હતી. મુશળધાર વરસાદને કારણે મુંબઈ શહેર અને પરા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. એ સાથે હવામાન ખાતાએ મુંબઈ સહિત કોકણ કિનારાપટ્ટી, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની કરેલી આગાહીને પગલે સાવચેતીના પગલાં લઈ એનડીઆરએફની બે ટુકડી મુંબઈ રવાના કરવામાં આવી છે. લાલબાગ, હિંદમાતા, પરેલ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૫૨ મિમિ વરસાદ નોંધાયો હતો. ઘાટકોપર, કુર્લા, અંધેરી, બાન્દ્રા, દાદર, બોરીવલી, કાંદિવલી વિસ્તારમાં વરસાદ દમદાર બેટિંગ કરી રહ્યો છે. રોજ રાજધાની એક્સપ્રેસની જેમ દોડતી મુંબાપુરી આજે ભારે વરસાદને કારણે બાપુની ગાડીની ગતિએ ચાલી રહી હતી. વરસાદને કારણે મોટાભાગની ઓફિસમાં બપોર પછી કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હતા.આ પરિસ્થિતીના અહેવાલ માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટના આપાતકાલીન વિભાગમાં પહોંચી ગયા હતા. સીએમ ફડણવીસે ગંભીર પરિસ્થિતીની તપાસ બાદ રાજયભરમાં રજા જાહેર કરી હતી. જરૃર પડયે ઘરની બહાર નીકળવાની સલાહ આપી હતી. ૨૬ જુલાઇ ૨૦૦૫ બાદ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે મેઘતાંડવ મુંબઇગરાઓએ જોયુ હતું.
આગામી ૨૪ કલાક અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આપી હતી. જ્યારે માત્ર ત્રણ કલાકમાં મુંબઇ શહેર તથા ઉપનગરમાં ૧૫૪ મિમિ વરસાદ ખાબક્યો હતો.એક તરફ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે તો બીજી બાજુ ગણેશોત્સવની પણ ધામધૂમ ચાલી રહી છે. શહેરમાં ગલીએ ગલીએ સાર્વજનિક ગણેશોત્સવના મંડપ બાંધવામાં આવ્યા છે. જોકે વરસાદને કારણે મંડપમાં પાણી ભરાયા હોય તો સંભવિત દુર્ઘટના ન થાય એ માટે દરેક ગણેશ મંડળને તેમના વીજ કનેક્શન તુરંત બંધ કરવાની સૂચના સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા આપવામાં આવી છે.
સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે જો મંડપમાં ભરાયેલું પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી વીજ કનેક્શન બંધ રાખવા જણાવાયું છે.દેશભરથી ગણેશજીના દર્શન માટે ભક્તો લાલબાગ આવતા હોય છે, પરંતુ સોમવાર રાતથી શરૃ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર લાલબાગ વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી લાલબાગ ગણેશોત્સવ સમિતિએ ભારે વરસાદની આગાહી ઉપરાંત સાંજે થનારી મોટી ભરતીને ધ્યાનમાં રાખી વરસાદ ખમૈયા કરે ત્યાં સુધી દર્શન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

Related posts

કર્ણાટકમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો

aapnugujarat

દરેક ગરીબ વ્યકિતને આવકની ગેરેંટી મળશે : રાહુલ

aapnugujarat

शर्मनाक घटना : 7 साल की बच्ची से मंदिर में दुष्कर्म,वीडियो किया वायरल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1