Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડોકલામ મુદ્દે ચીનનું ઉશ્કેરણીજનક નિવેદન, કહ્યું-ડોકલામ વિવાદથી શીખ લે ભારત

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ લગભગ અઢી મહિના બાદ ડોકલામ વિવાદ ઉકેલવાના પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. ચીને ભારતને આ વિવાદથી શીખ લેવા માટે સલાહ પણ આપી છે. ચીને કહ્યું છે કે, તેઓ સતર્ક રહેશે અને સાથે જ દેશની સાર્વભૌમત્વનું રક્ષણ કરશે.ચીની રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ચાઇનીઝ મિલિટ્રી સર્તક રહેશે. દેશની સાર્વભૌમત્વના સંરક્ષણને મજબૂત બનાવવામાં આવશે. અમે ડોકલામ વિવાદની સમાપ્તિનું સ્વાગત કરીએ છીએ. ચીન-ભારત સીમા પર શાંતિ ક્ષેત્રિય શાંતિ અને સ્થિરતાને લઇને છે. આ સરહદના બંને તરફના લોકોના સમાન હિતોની સાથે સંબંધને લઇને છે.મંત્રાલયે એમ પણ કહ્યું કે, અમે ભારતને યાદ અપાવવા માંગીએ છીએ કે, તેમણે ડોકલાલ વિવાદથી શીખવાની જરૂર છે. ભારત સ્થાપિત સંધિઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરે. સાથે જ બંને દેશોની શાંતિ માટે ભારત ચીનની સાથે મળી કામ કરે. અમે બંને દેશોની લશ્કરના સ્વાસ્થ્ય વિકાસને પ્રોત્સાહન આપીએ છીએ.

Related posts

દાઉદનાં બ્રિટનની પાસે પણ ત્રણ સરનામાં : રિપોર્ટ

aapnugujarat

2024 तक विश्व की आर्थिक महाशक्ति बनेगा भारत : पीएम मोदी

aapnugujarat

अमेरिकी सीनेट ने सर्वसम्मति से सिखों पर पारित किया प्रस्ताव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1