Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબા ગુરમીતની સામે હત્યા કેસોમાં ટૂંક સમયમાં ચુકાદો

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ માટે મુશ્કેલી વધી રહી છે. તેમની સામે હત્યાના બે કેસોમાં સીબીઆઇ પોતાની અંતિમ દલીલો ૧૬મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરશે. આનો મતલબ એ છે કે બન્ને મામલામાં સીબીઆઇ અને રામ રહીમના વકીલો દ્વારા અંતિમ દલીલો રજૂ કરવામાં આવ્યા બાદ ટુંક સમયમાં જ ચુકાદો આવી શકે છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ગયા મહિનામાં ખાસ સીબીઆઈ કોર્ટને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલામાં સુનાવણી ત્રણ મહિના માટે ખતમ કરી દેવા માટે કહ્યું હતું. છત્રપતિના રામ રહીમની સામે બળાત્કારના આરોપમાં તપાસ થઇ રહી હતી. છત્રપતિ તરફથી તપાસ કરવામાં આવ્યા બાદ ડેરાના લોકોએ તેમની હત્યા કરી હતી. ડેરા સચ્ચા સૌદાના લીડર રણજીતસિંહની હત્યાના મામલામાં પણ તપાસ ચાલી રહી છે. સુનાવણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રામ રહીમના બળાત્કારના મામલામાં સીબીઆઈને મજબૂતી મળી છે. હવે રહીમના વર્તનને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવશે. સુનાવણી દરમિયાન કોઇપણ આરોપીના વ્યવહારને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. રામ રહીમની સામે મામલાઓની સુનાવણીમાં વિલંબ બદલ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમા ૬૦થી વધારે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં સીબીઆઈને વકીલો તરફથી જોરદાર રજૂઆત કરવામાં આવી હતી. હત્યાના મામલામાં લઘુત્તમ સજા આજીવન કારાવાસ અને મહત્તમ સજા ફાંસીની સજા હોઈ શકે છે. ગઇકાલે સાધ્વી પર રેપના કેસમાં દોષિત જાહેર કરવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા વિવાદાસ્પદ બાબા ગુરમીત રામ રહીમને સીબીઆઇની ખાસ અદાલતે ધારણા પ્રમાણે જ કઠોર સજા ફટકારવામાં આવી હતી. રામ રહીમને બે જુદા જુદા મામલામાં ૧૦-૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સજા અલગ અલગ ભોગવવાની રહેશે. જજે રામ રહીમને ૧૦-૧૦ વર્ષની જેલની સજાની સાથે સાથે બંને પીડિતોને ૧૪ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. કોર્ટમાં બાબાની કોઇ દલીલો સાંભળવામાં આવી ન હતી. તેમની દલીલો બિનઅસરકારક સાબિત થઇ હતી. સીબીઆઇ કોર્ટે બાબા રામ રહીમને કલમ ૩૭૬, ૫૧૧ અને ૫૦૬ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ ૧૦-૧૦ વર્ષની સજા કરવામાં આવી હતી. સજા કરવામાં આવ્યા બાદ ખાસ સીબીાઇ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર ફેંકવાનો નિર્ણય ડેરા દ્વારા કરવામાં આવ્યો હતો. અગાઉ જજ પોતે વિમાન મારફતે રોહતક પહોંચ્યા હતા. રોહતકની સુનારિયા જેલમાં કામચલાઉ કોર્ટ ઉભી કરવામાં આવી હતી. બન્ને પક્ષો દ્વારા તેમા તર્કદાર દલીલો કરવામાં આવી હતી. બાબાની મુશ્કેલીમાં દિનપ્રતિદન સતત વધી રહી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

100 cr fine to Meghalaya govt by SC for failing to curb illegal coal mining with CPCB

aapnugujarat

ખેડૂતોના સમર્થનમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ દેખાવો કરવાની તૈયારી

editor

મોદીએ મધ્ય બજેટમાં કૃષિને આપવામાં આવેલી રકમ બમણી કરી….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1