Aapnu Gujarat
મનોરંજન

ઇમ્મા સ્ટોન હવે હાઇએસ્ટ પેઇડ અભિનેત્રી બની ગઇ

હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી ઇમ્મા સ્ટોન વર્લ્ડની હાઇએસ્ટ પેઇડ અભિનેત્રી તરીકે ઉભરી આવી છે. તે છેલ્લા બે વર્ષથી આ તાજ ધરાવનાર ખુબસુરત જેનિફર લોરેન્સને પાછળ છોડી દેવામાં સફળ સાબિત થઇ છે. ફોર્બ્સ દ્વારા વિશ્વની સૌથી વધુ નાણાં મેળવતી અભિનેત્રીઓની યાદી જાહેર કરી છે. તે મુજબ ૨૮ વર્ષીય સ્ટોન હવે લોરેન્સ કરતા આગળ નિકળી ગઇ છે. લોરેન્સ વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૫માં વિશ્વની સૌથી વધુ નાણાં મેળવતી અભિનેત્રી તરીકે રહી હતી. હવે તે સ્ટોનથી પાછળ રહી ગઇ છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે લાલા લેન્ડમાં શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ સ્ટોનને ૨૬ મિલિયન ડોલર મળ્યા છે. આ ફિલ્મ અનેક એવોર્ડ પણ જીતી ગઇ હતી. સ્ટોને આ વર્ષે અભિનેતા અને અભિનેત્રીઓને મળી રહેલી જુદી જુદી રકમ અંગે વાત કરીને પક્ષપાતનો મામલો ઉઠાવ્યો હતો. સ્ટોને પુરૂષ અભિનેતા સમાન નાણાં આપવાનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. અભિનેત્રી જેનિફર એનિસ્ટન રનર અપ રહી છે. તેને ૨૫.૫ મિલિયન ડોલરની રકમ મળી છે. એનિસ્ટનને રોયલ્ટી સ્વરૂપે હજુ પણ લાખો ડોલર મળી રહ્યા છે. ફ્રેન્ડ સિરિયલના દશકો બાદ પણ તેને રોયલ્ટી મળી રહી છે. લોરન્સ હવે ત્રીજા નંબરે ફેકાઇ ગઇ છે. તેને ૨૪ મિલિયન ડોલર મળ્યા છે. વર્ષ ૨૦૧૬માં તેની કમાણી ૪૬ મિલિયન ડોલર રહી હતી. જે વર્ષ ૨૦૧૭માં તેની અડધી રકમ છે. આ રકમ પૈકી મોટા ભાગની રકમ હોરર ફિલ્મ મધર રેડ સ્પેરો મારફતે મળી છે. ઇમ્મા વોટ્‌સન પણ યાદીમાં પ્રવેશી ગઇ છે. બ્યુટી એન્ડ બિસ્ટ ફિલ્મની કમાણી રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચ્યા બાદ તે યાદીમાં પ્રવેશી ગઇ છે. વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે તે ફિલ્મ રહી છે.

Related posts

परिणीति चोपड़ा को आने लगी शादी का प्रपोजल

aapnugujarat

ભાભીજી અબ કોંગ્રેસ મેં હૈ” : કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, લડાવશે લોકસભા

aapnugujarat

ऋतिक रोशन पर लगा धोखाधड़ी का आरोप, दर्ज हुआ मामला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1