Aapnu Gujarat
મનોરંજન

રિતિક અને કેટરીનાની જોડી ફરી એકવાર નજરે પડી શકે

રિતિક રોશન અને કેટરીના કેફની સુપરહિટ જોડી ફરી એકવાર સાથે નજરે પડી શકે છે. આ જોડી છેલ્લે બેંગ બેંગમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે મળેલી માહિતી મુજબ વિકાસ બહલ નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં રિતિક રોશન કામ કરનાર છે. ક્વીન ફિલ્મના નિર્દેશક બહલની ફિલ્મને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ પ્રોફેસર આનંદ કુમારની લાઇફ પર આધારિત રહેશે. આ સંબંધમાં થોડાક સમય પહેલા પ્રિતી સિંહા સાથે વાત કરવામાં આવી હતી. એ વખતે સિંહાએ કહ્યુ હતુ કે ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં શરૂ કરી દેવામાં આવનાર છે. આ વર્ષના અંત સુધી શુટિંગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વખતે ફિલ્મમાં અભિનેત્રી તરીક કોણ રહેશે તે અંગે પુછવામાં આવતા સિંહાએ કહ્યુ હતુ કે ફિલ્મની પટકથા મુજબ નક્કી કરવામાં આવનાર છે. હજુ સુધી કોઇ નામ નક્કી નથી. પરંતુ કેટરીના કેફ મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરે તેવી શક્યતા છે. વાતચીત દરમિાન કેટરીના કેફ આનંદ કુમારની સાથે નજરે પડી ત્યારે અટકળોને વેગ મળ્યો હતો. જો કેટરીના કેફ ફિલ્મમાં નજરે પડશે તો રિતિક રોશન સાથે તેની વધુ એક ફિલ્મ રહેશે. આ બન્ને કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી ચક્યા છે જેમાં ઝિંદગી ના મિલેગી દોબારા અને બેંગ બેંગનો સમાવેશ થાય છે. બન્ને ફિલ્મો અગાઉની બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. રિતિક રોશન હાલના સૌથી મોટા અને લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે છે. તેની ફિલ્મો ચાહકોને પસંદ પડી છે.

Related posts

ઓસ્કાર એવોર્ડમાં દ શેપ ઓફ વોટરે જોરદાર સપાટો બોલાવ્યો

aapnugujarat

બડજાતિયાની નવી ફિલ્મમાં સલમાન ખાન ચમકશે નહીં

aapnugujarat

तमिल फिल्म मर्सल के रीमेक में होंगे ऐक्टर शाहरुख खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1