Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈ-પટના વચ્ચે આવવું-જવું હવે આસાન રહેશે, બાન્દ્રા-પટના વચ્ચે દોડતી થઈ હમસફર ટ્રેન

રેલવે પ્રધાન સુરેશ પ્રભાકરે આજે અહીં પશ્ચિમ રેલવે અધિકારી વિશ્રામગૃહ ખાતેથી રિમોટ સ્વિચ દબાવીને અને વીડિયો લિન્ક મારફત લીલી ઝંડી બતાવીને બાન્દ્રા ટર્મિનલ ખાતેથી બાન્દ્રા-પટના વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સંપૂર્ણ એરકન્ડિશન્ડ ‘હમસફર એક્સપ્રેસ’નો શુભારંભ કરાવ્યો હતો.આ ટ્રેન સેવા વાસ્તવમાં ૧૫ ઓગસ્ટથી પ્રવાસીઓ માટે નિયમિત રીતે શરૂ થશે. આ ટ્રેન ૧૫ ઓગસ્ટથી પટનાથી દર મંગળવારે ઉપડશે અને ૨૦ ઓગસ્ટથી બાન્દ્રા ટર્મિનલ ખાતેથી દર રવિવારે ઉપડશે.૧૫ ઓગસ્ટથી દર મંગળવારે આ ટ્રેન (૨૨૯૧૪) પટના-બાન્દ્રા હમસફર એક્સપ્રેસ પટના જંક્શનથી રાતે ૧૧.૧૦ વાગ્યે ઉપડશે અને ગુરુવારે સવારે ૭.૩૫ વાગ્યે બાન્દ્રા પહોંચશે.૨૦ ઓગસ્ટથી દર રવિવારે બાન્દ્રા ટર્મિનસ ખાતેથી (૨૨૯૧૩) બાન્દ્રા-પટના હમસફર એક્સપ્રેસ તરીકે ટ્રેન બપોરે ૧૨.૫૫ વાગ્યે ઉપડશે અને સોમવારે રાતે ૧૦.૧૫ વાગ્યે પટના પહોંચશે.આ ટ્રેનમાં થર્ડ એસીના ૧૬ અને એસએલઆરના બે કોચ સહિત ૧૮ ડબ્બા હશે.ટ્રેનને લીલી ઝંડી બતાવવાના પ્રસંગે સુરેશ પ્રભુની સાથે ભાજપના ઉત્તર મુંંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, એડવોકેટ મજીદ મેમણ, મુંબઈ ભાજપ એકમના પ્રમુખ આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પાનકાર્ડ બનાવવાના નિયમોમાં ફેરફાર

aapnugujarat

गैस सिलिंडर पर बढ़े दाम वापस ले सरकार – सुरजेवाला

aapnugujarat

राहुल गांधी से बीजेपी डरती है : रणदीप सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1