Aapnu Gujarat
રાષ્ટ્રીય

બક્સરના ડીએમ મૂકેશ પાંડેેએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

બિહારના બક્સર જિલ્લાના ડીએમ મૂકેશ પાંડેએ ગુરુવારે રાત્રે યુપીના ગાઝિયાબાદમાં ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે.
ર૦૧રની બેચના આઇએએસ અધિકારી મૂકેશ પાંડેનો મૃતદેહ ગાઝિયાબાદ સ્ટેશનથી એક કિ.મી. દૂર કોટ ગામની નજીક રેલવે ટ્રેક પર કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો.આ આત્મહત્યા કેટલા વાગ્યે અને કઇ ટ્રેન નીચે કરવામાં આવી છે તેની હજુ સંપૂર્ણ વિગતો પ્રાપ્ત થઇ નથી. જીઆરપીનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં આત્મહત્યાનો મામલો જણાઇ રહ્યો છે. દિલ્હીની લીલા પેલેસ હોટલમાં મળેલી આત્મહત્યા નોંધમાં મૂકેશ પાંડેએ લખ્યું હતું કે હું મારી પત્ની અને મારાં માતા-પિતા વચ્ચે થઇ રહેલા ઝઘડાથી ખૂબ જ પરેશાન છું અને આ કારણસર જ આ પગલું ભરી રહ્યો છું.
ગુરુવારે મૂકેશના સસરાએ સરોજીનીનગર પોલીસ સ્ટેશનમાં તેમના લાપતા થવાની એફઆઇઆર નોંધાવી હતી. અહેવાલો અનુસાર બક્સર જિલ્લાના ડીએમ મૂકેશ પાંડે જનકપુરીમાં એક હોટલના દસમા માળે આત્મહત્યા કરવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે પોતાના ફોનથી તેમણે કોઇને એક મેસેજ પણ મોકલ્યો હતો. મેસેજની માહિતી દિલ્હી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ મૂકેશ પાંડેને પકડી શકી નહોતી. ત્યારબાદ ડીએમ મૂકેશ પાંડેએ ગાઝિયાબાદ વિસ્તારમાં ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. વોટ્‌સએપ પર મોકલેલા સ્યુસાઇડ મેસેજમાં ડીએમ મૂકેશ પાંડેએ લખ્યું હતું કે હું પશ્ચિમ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં આવેલી પિકાડિલ્લી હોટલના દસમા માળથી છલાંગ લગાવીને આત્મહત્યા કરવા જઇ રહ્યો છું. હું મારી જિંદગીથી તંગ આવી ગયો છું અને માનવીના અસ્તિત્વ પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. મારી આત્મહત્યા નોંધ લીલા પેલેસ હોટલના રૂમ નં. ૭૪રમાં એક બેગમાં રાખી છે. હું માફી માગું છું. તમામને મારો પ્રેમ. પ્લીઝ મને માફ કરી દેજો.

Related posts

UAE બાદ હવે બહેરીનમાં બનશે હિન્દુ મંદિર

aapnugujarat

રાહુલે રંગ બદલવામાં કાચિંડાને પણ પાછળ દીધો : સાક્ષી મહારાજ

aapnugujarat

बंगाल में कार्यकर्ता की हत्या पर भड़की भाजपा

editor

Leave a Comment

UA-96247877-1