Aapnu Gujarat
Uncategorized

લીંબડી ખાતે પંચાયત રાજયમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાના હસ્‍તે ધ્‍વજવંદન

સુરેન્‍દ્રનગર જિલ્‍લાનો જિલ્‍લાકક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્‍ટની ઉજવણી લીંબડી ખાતે ગૌરવભેર કરવામાં આવશે તેમજ સવારે ૯-૦૦ વાગ્‍યે પંચાયત રાજયમંત્રી શ્રી જયંતિભાઇ કવાડીયાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવનાર હોવાનું જિલ્‍લા કલેકટરશ્રી ઉદ્દીત અગ્રવાલે જણાવ્‍યું હતું. ૧૫મી ઓગષ્‍ટની ઉજજવણીના આયોજન માટે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં વધુ માહિતી આપતા કલેકટરશ્રી ઉદ્દીત અગ્રવાલે જણાવ્‍યું હતું કે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્‍ય સરકારી કચેરીઓને રોશનીથી સજાવવામાં આવશે તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

આ ઉપરાંત સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારનો કાર્યક્રમ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે તથા તાલુકાકક્ષાના કાર્યક્રમોમાં વઢવાણ તાલુકાનો માળોદ ખાતે, ચોટીલા તાલુકાનો ઢોકળવા, પાટડી તાલુકાનો અંબાળા, ધ્રાંગધ્રા તાલુકાનો નવલગઢ, થાનગઢ તાલુકાનો અમરાપર, મુળી તાલુકાનો ગૌતમગઢ, સાયલા તાલુકાનો ખીટલા, ચુડા તાલુકાનો કારોલ ખાતે અને લખતર તાલુકાનો વિઠ્ઠલગઢ ખાતે કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમના સ્‍થળે બાળકો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જિલ્‍લામાં વિશેષ યોગદાન આપનાર કે કોઇપણ ક્ષેત્રમાં વિશેષ સિધ્‍ધિ મેળવનાર અથવા નોંધનીય કામગીરી કરનાર વ્‍યક્તિ અથવા તો કર્મચારીનું સન્‍માન પણ કરવામાં આવનાર હોવાનું કલેકટરશ્રી ઉદ્દીત અગ્રવાલે જણાવ્‍યું હતું.

Related posts

કેશોદ તાલુકાના ગામડાઓમાં ચોરોનો તરખાટ વધ્યો

editor

જેતપુરમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ

editor

મામાએ ભાણેજ પર દુષ્કર્મ આચર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1