Aapnu Gujarat
રમતગમત

રોમેશ રત્નાયકે શ્રીલંકાના બોલિંગ કોચ બન્યાં

શ્રીલંકાના ભૂતપૂર્વ ઝડપી બોલર રોમેશ રત્નાયકેની શ્રીલંકન ક્રિકેટ ટીમના નવા બોલિંગ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. ૫૩ વર્ષીય રત્નાયકે રાષ્ટ્રીય ટીમમાં ચંપાકા રામાનાયકેની જગ્યા લેશે. શ્રીલંકન ક્રિકેટ ટીમ માટે ફાસ્ટ બોલિંગના હેડ તરીકે રોમેશની પસંદગી કરી છે. પોતાના સમયમાં રોમેશ રત્નાયકેએ ખુબ ઘાતક બોલિંગ કરીને વિશ્વમાં લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૮૫-૮૬ની શ્રેણીમાં ભારત સામે રોમેશ રત્નાયકે ખળભળાટ મચાવીને શ્રીલંકાને ટેસ્ટ શ્રેણીમાં જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. તેની બોલિંગથી ભારતીય બેટ્‌સમેનો એ ગાળામાં ભયભીત દેખાયા હતા.

Related posts

વર્લ્ડ કપ માટે ગૌતમ ગંભીરે ભારતને નહીં, પરંતુ ઑસ્ટ્રેલિયાઈ ટીમને ગણાવી ફેવરેટ

aapnugujarat

CPL : गेल ने ठोक डाला T20 क्रिकेट में एक और तूफानी शतक

aapnugujarat

Federer to play 1500th career match in Basel

aapnugujarat

Leave a Comment

UA-96247877-1