Aapnu Gujarat
રમતગમત

પુજારા ટેસ્ટ રેંકિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો

ચેતેશ્વર પુજારા આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં શાનદાર દેખાવ કરીને હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં એક પછી એક સદી પુજારાએ ફટકારી છે. શરૂઆતની બંને ટેસ્ટ મેચોમાં પુજારાએ સદી ફટકારી છે. પુજારાએ પ્રથમ ટેસ્ટમાં ૧૫૩ અને ત્યારબાદ કોલંબોમાં શિંઘાલી સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ ખાતે ૧૩૩ રન ફટકાર્યા હતા. આ ટેસ્ટ મેચ ભારતે એક ઇનિંગ્સ અને ૫૩ રને જીત મેળવી હતી. રહાણે પણ કોલંબો ટેસ્ટમાં ૧૩૨ રન ફટકારી ગયો હતો. આની સાથે જ ભારતીય બેટ્‌સમેનો રેંકિંગમાં આગળ રહ્યા છે. આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગની વાત કરવામાં આવે તો આમા ભારતીય બેટ્‌સમેનોનું પ્રભુત્વ રહ્યું છે. અલબત્ત પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથ અને બીજા ક્રમે જોઇ રુટ રહ્યો છે પરંતુ આ યાદીમાં ટોપ પાંચમાં ભારતના ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી સામેલ છે. આ ઉપરાંત રહાણે છઠ્ઠા સ્થાને છે. ભારતીય ટીમે છેલ્લે સતત આઠ ટેસ્ટ શ્રેણી જીતી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ શાનદાર દેખાવ બદલ કેટલાક ખેલાડીઓની ભૂમિકા ચાવીરુપ રહી છે. આ દેખાવમાં ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાની જોડી ઘાતક તરીકે ઉભરી આવી છે. બેટિંગમાં ચેતેશ્વર પુજારા અને બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અસરકારક સાબિત થયા છે. જુલાઈ ૨૦૧૬ બાદથી ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૮ ટેસ્ટ મેચોમાં છ સદી અને આઠ અડધી સદી ફટકારી છે. જુલાઈ ૨૦૧૬ બાદથી પુજારાએ ૬૪ રનથી વધુની સરેરાશ સાથે ૧૬૭૯ રન કર્યા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

वनडे सीरीज से बाहर हुए रबादा

editor

आमिर ने टेस्ट क्रिकेट को कहा अलविदा

aapnugujarat

विश्व कप में पाकिस्तान को दो अंक देना पसंद नहीं करूंगा : तेंडुलकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1