Aapnu Gujarat
બિઝનેસ

સ્ટેટ બેંકને પછાડીને એલઆઈસી સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની

સરકારી વીમા કંપની એલઆઈસીના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે જ્યારે બજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી હતી ત્યાં એલઆઈસીના શેર ગ્રીન ઝોનમાં હતા. આ તેજીના જોરે એલઆઈસી હવે શેરબજારમાં લિસ્ટેડ સૌથી મોટી સરકારી કંપની બની ગઇ છે. ભારતીય જીવન વીમા નિગમે સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈને પણ પછાડી નંબર ૧ પર કબજો જમાવી લીધો છે.
બુધવારે વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે એલઆઈસીનો શેર ૧.૨૫ ટકાની તેજી સાથે ૯૦૩ રૂપિયા પર પહોંચી ગયો હતો. વેપારની શરૂઆતમાં જ આ શેર ૯૧૮.૪૫ રૂપિયાના નવા સર્વોચ્ચ સ્તરે ઓપન થયો હતો. આ એલઆઈસીના શેરનો નવો ૫૨ વીક હાઈ લેવલ છે.
એલઆઈસીના શેરોમાં છેલ્લા પાંચ દિવસમાં સાડા સાત ટકાની તેજી આવી છે. જ્યારે એક મહિનામાં સરકારી શેર ૧૩ ટકાની ઉપર ઉછળ્યાં હતા. ૬ મહિનાના હિસાબે શેર ૪૫ ટકાથી વધુ ફાયદામાં છે. શેરોમાં આવેલી શાનદાર રેલીના જોરે એલઆઈસીની માર્કેટ કેપમાં પણ જોરદાર તેજી આવી છે. હાલ એલઆઈસીનું માર્કેટ કેપ ૫.૭૦ લાખ કરોડ રૂપિયાથી વધી ગયું છે.
બીજી બાજુ સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈના શેરોમાં આજે ઘટાડો નોંધાયો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર બપોરે આશરે ૨ ટકાના કડાક સાથે ૬૨૫ રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા હતા.
આ એસબીઆઈના ૫૨ વીક હાઈ લેવલ ૬૬૦.૪૦ રૂપિયાથી નીચે છે. તેના લીધે એસબીઆઈનું માર્કેટ કેપ ઘટીને ૫.૫૮ લાખ રૂપિયાએ પહોંચી ગયું. જેનાથી એસબીઆઈને પાછળ કરી એલઆઈસી હવે સૌથી વધુ વેલયૂ ધરાવતી સરકારી કંપની બની ગઇ છે.

Related posts

આઈસીઆઈસીઆઈ બેંક કટોકટીને લઇને બેંકિંગ કર્મચારીઓમાં દહેશત

aapnugujarat

अहमदाबाद में बिका सबसे मंहगा फ्लैट

aapnugujarat

૧૦ ટકા સુધીનો વિકાસ દર પડકારરુપ : જેટલી

aapnugujarat
UA-96247877-1