Aapnu Gujarat
ગુજરાત

GUJARAT : જાન્યુઆરીમાં પડશે હાડ થીજવતી ઠંડી

હવામાન વિભાગે અગાઉ શિયાળો હૂંફાળો રહેવાની આગાહી કરી હતી. જે પ્રકારે ડિસેમ્બર મહિનો પૂર્ણ થયો છે થયું પણ એવું જ છે. દર વર્ષે જે પ્રકારની ઠંડી ડિસેમ્બરમાં અનુભવાય છે તેવી 2023ના ડિસેમ્બરના નથી અનુભવાઈ. ભારતીય હવામાન વિભાગના આંકડા પણ આ જ દર્શાવી રહ્યા છે. છેલ્લા 31 દિવસમાં અમદાવાદ શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 3.8 ડિગ્રી સેલ્સિઅસનો વધારો નોંધાયો છે.

ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17 ડિસેમ્બરે નોંધાયું હતું અને એ 13.3 ડિગ્રી સેલ્સિઅસ હતું. જ્યારે સૌથી વધુ લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિઅસ હતું જે 3 ડિસેમ્બરે નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.4 ડિગ્રી નીચું હતું જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધારે હતું, તેમ હવામાન વિભાગના આંકડા દર્શાવે છે.

રેકોર્ડ પ્રમાણે જોઈએ તો 2023નું વર્ષ સૌથી હૂંફાળું વર્ષ રહ્યું હતું અને ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો, શિયાળાની ઋતુ પ્રમાણમાં હૂંફાળી રહી હતી. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાલુ શિયાળામાં કોઈ કોલ્ડવેવ નથી આવી. ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાય છે પરંતુ અહીં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઉત્તરમાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યમાં ઠંડી પડે છે પરંતુ ચાલુ સીઝનમાં પવનો ઉત્તરપૂર્વીય રહ્યા હતા. ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાના કારણે પણ તીવ્ર ઠંડી ના પડી. 2024માં શિયાળાના મહિના દરમિયાન ઠંડી કેવી પડશે તેની આગાહી પણ હવામાન વિભાગે 1 જાન્યુઆરીએ કરી હતી. જાન્યુઆરી મહિનામાં ઉત્તર ભારત સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાય વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહી શકે છે, તેમ હવામાન વિભાગે ઉમેર્યું. આગાહી પ્રમાણે, કચ્છમાં એક દિવસ માટે કોલ્ડવેવની સ્થિતિ રહી શકે છે.

Related posts

ઠંડીના લીધે શાળાના સમયમાં ફેરફાર કરવા આદેશ

aapnugujarat

મહેસાણાના સીએનઆઈ ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઈ

editor

અંબાજીમાં આઠમના હવન અને ૧૦૮ પ્રદક્ષિણાના મહત્વને લઈ ભક્તોની ભીડ

aapnugujarat
UA-96247877-1