Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રામાં 30 લોકોને ફુડ પોઇઝનની અસર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં લગ્ન પ્રસંગમાં આવેલા 30 લોકોમાં ફૂડ પોઇઝનની અસર જોવા મળી છે. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ત્રીસ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. આ 30 લોકો પૈકી મોટા ભાગના બાળકો હોવાનું સામે આવ્યુ છે. જેમને ફૂડ પોઇઝનિંગ થયુ છે તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટના કઇક એવી છે કે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મુશ્લિમ સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા, જો કે લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ એક પછી એક લોકોની તબીયત લથડવા લાગી હતી. આસરે 30 જેટલા લોકોને ઝાડા-ઊલ્ટીની સમસ્યા થવા લાગી હતી. ત્રીસ જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મળતી માહિતી પ્રમાણે બીમાર પડેલા લોકોમાં મોટા ભાગના બાળકો હતા. 30 પૈકી લગભગ 24 જેટલા તો બાળકો જ હોવાનું સામે આવ્યુ છે. લોકોની તબિયત લથડતા તેમને ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોની તબિયત લથડતા ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા શહેરના આગેવાનો અને નગર પ્રમુખ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને તેમના ખબર અંતર જાણ્યા હતા.સાથે જ હોસ્પિટલ તંત્રને દર્દીઓની સારવારમાં કોઇ ખામી ન રાખવા ખાસ સૂચન કરવામાં આવ્યુ હતુ.

બીમાર બાળકો પૈકી બે બાળકોની તબિયત વધારે લથડી હતી. જે પછી આ બે બાળકોને સુરેન્દ્રનગરના મેડિકલ કોલેજમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.હાલ ફૂડ પોઈઝનિંગ બાદ તમામ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Related posts

रोटरी क्लब द्वारा साक्षरता अभियान चलाया जाएगा

aapnugujarat

મહેસાણામાં કવિ અનંત રણુંજ્યાન્વીના કાવ્યોદય પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

૨૩ ડિસેમ્બરે અમદાવાદમાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન

aapnugujarat
UA-96247877-1