Aapnu Gujarat
રાષ્ટ્રીય

જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે : વડાપ્રધાન

વડાપ્રધાન નરેનદ્ર મોદીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગણાની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે નિરંતર કામ કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું હતું કે “આ પ્રસંગે, પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદભૂત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકો વચ્ચે પહોંચાડી છે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ભારતને વિજયી બનાવવું છે. આજે આપણે સાથે મળીને આ દિશામાં મજબૂત પગલું ભર્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપને સમર્થન કરવા બદલ તેલંગણાની મારી પ્રિય બહેનો અને ભાઈઓનો આભાર. , છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમર્થન વધી રહ્યું છે અને આવનારા સમયમાં યથાવત રહેશે. તેલંગણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના દરેક કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરું છું.

Related posts

પત્નીએ પતિનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યું

aapnugujarat

શક્તિકાંત દાસની RBIના નવા ગવર્નર તરીકે કરાયેલી નિમણૂંક

aapnugujarat

मुंबई में रैगिंग से परेशान मेडिकल की छात्रा ने लगाई फांसी

aapnugujarat
UA-96247877-1