Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં હવે જગ્યા નહીં હોય તો લોકો ઢોર નહીં રાખી શકે

વડોદરામાં હવે જગ્યા નહીં હોય તો લોકો ઢોર નહીં રાખી શકે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલ એક્ટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે મુજબ, પશુ માલિક પાસે જગ્યા હોવા જરૂરી છે, નહીં તો ઢોર નહીં રાખી શકે. સાથે જ કેટલ એક્ટમાં દર્શાવાયેલા નિયમનો ભંગ થશે તો લેન્ડ ગ્રેબિંગ સુધીની ફરિયાદ કરાશે.
રખડતા પશુનો ત્રાસ દૂર કરવા હાઇકોર્ટની ટકોર બાદ પાલિકાએ રખડતા પશુના નિયંત્રણ પોલિસીને મંજૂરી આપી છે. જે નવેમ્બરથી લાગુ કરવા વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ, ૧ નવેમ્બરથી જાહેરનામું લાગુ કરાશે, નવાં પશુની ૧ માસમાં નોંધણી ફરજિયાત કરવી પડશે. ઢોર પાર્ટીનાં ૧૪ વાહનોમાં કેમેરા મૂકી નજર રખાશે.
પશુ માલિક પાસે જગ્યા નહિ હોય તો ઢોર નહિ રાખી શકે.
ગેરકાયદે બનાવેલા ઢોર વાડા નહિ ચલાવી લેવાય.
જો ઢોર વાડા બાંધ્યા તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે.
જો પાંચ થી વધુ ઢોર રાખવા જશે તો લાયસન્સ લેવું પડશે. ૫૦૦ રૂપિયા ભરીને ફરજિયાત લાયન્સ લેવું પડશે લાઇસન્સ
ઢોર પકડવાની કામગીરી માં અડચણ ઉભી કરી તો થશે પોલીસ કાર્યવાહી
ઢોર ને કારણે કોઈ ને ઇજા કે મૃત્યુ થશે તો પશુ માલિક જ જવાબદાર
માલિક પાસે પશુ રાખવા જગ્યા નહિ હોય તો પશુ રાખી નહિ શકે અને તેણે શહેર બહાર પશુઓને લઈ જવાં પડશે.
નિયમનો ભંગ થશે તો લેન્ડ ગ્રેબિંગ સુધીની ફરિયાદ કરાશે.
આ ઉપરાંત જાહેરનામામાં એમ પણ કહેવાયું છે કે, ઢોરથી કોઈને ઈજા કે મૃત્યુ થાય તો પશુ માલિક જવાબદાર રહેશે. રખડતા ઢોરોને કારણે અનેક લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે જો કોઈ ઈજાગ્રસ્ત થાય તો તેની જવાબદારી કોની રહેશે. વડોદરા મ્યુનિ કમિશ્નરના જાહેરનામા બાદ માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો છે. માલધારી સમાજના આગેવાન જીવનભાઈ ભરવાડે જણાવ્યું કે, ગુજરાતમાં શરાબના વેચાણ માટે લાઇસન્સ ન લેવું પડે પણ ઢોર રાખવા લાયસન્સ લેવું પડે. સરકાર દ્વારા માલધારી સમાજને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટે રોડ રસ્તા સારા રાખવા પણ ટકોર કરી તો પછી ટાર્ગેટ પર ફક્ત માલધારી સમાજ જ કેમ ? અમે બધા કાયદા નિયમો માણવા તૈયાર છીએ. નેતાઓ અને બિલ્ડરોએ ભેગા મળી ગોચરની જમીન પચાવી પાડી છે. અમને ગોચરની જમીન અને સમાજના દીકરાઓને નોકરી આપો. રાજ્ય સરકાર આગામી સમયમાં આંદોલન માટે તૈયાર રહે. માલધારી સમાજ હવે ચૂપ નહિ બેસે. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. રસ્તા પર રખડતા ઢોરની અડફેટે આવતા અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને કેટલાક કિસ્સામાં લોકોના મોત થયા હોવાના પણ બનાવ બન્યા છે. આ અંગે હાઈકોર્ટે પણ સુઓમોટો લઈ નક્કર કામગીરી કરવા અનેકવાર નિર્દેશ આપ્યા હોવા છતા કોઈ દાખલારૂપ કાર્યવાહી ન થતા હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. રખડતા ઢોર, આડેધડ પાર્કિંગ, અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે થયેલી જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. દિવસે દિવસે વકરી રહેલી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ફરી રાજ્ય સરકારના અધિકારીઓનો ઉધડો લીધો અને નક્કર કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે.

Related posts

હિંમતનગર ડેન્ગ્યુના સકંજામાં

aapnugujarat

૧૭૫ કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા ઝડપાયો

editor

પાવીજેતપુર તાલુકાના નાનીરાસલીના યુવાને પોતાનો જન્મદિવસ ૭૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરીને ઉજવ્યો.

editor
UA-96247877-1