Aapnu Gujarat
ગુજરાત

અંબાજીમાં આઠમના હવન અને ૧૦૮ પ્રદક્ષિણાના મહત્વને લઈ ભક્તોની ભીડ

રવિવારે આસો સુદ આઠમને લઈ મંદિરોમાં દર્શનનો આજે વિશેષ મહિમા હોય છે. માતાજીના મંદિરે દર્શન કરવા સાથે હવન અને પૂજા નૈવેદ્ય આજે ધરાવવામાં આવતુ હોય છે. આઠમના તહેવારને લઈ મોટા અંબાજી સહિત નાના અંબાજીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. નવરાત્રી દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ઉમટતા હોય છે. અંબાજી મંદિરે આજે આઠમ નિમિત્તે હવન અને પૂજા કરવામાં આવી હતી.
આઠમના હવનને લઈ ભક્તોની ભીડ દર્શન કરીને ધન્યતા અનુભવતી હોય છે. ખેડબ્રહ્મા મંદિરે રવીવારે સવારે ૬ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. જ્યારે ભક્તો આજે મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા વહેલી સવારે કરતા હોય છે. પ્રદક્ષિણાને લઈ મંગળા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે સવારે ૧૧ કલાકે અષ્ટમીનુ હવન કરવામાં આવ્યુ હતુ. જે સાંજે ૪.૩૦ કલાકે પૂર્ણ થયુ હતું.
અરવલ્લી જિલ્લામાં પણ મહત્વના મંદિરોમાં આઠમની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઈટાડીના અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. આસપાસના વિસ્તારમાંથી ઈટાડી અંબાજી મંદિરે રવીવારે અને પૂનમ સહિત મહત્વના તહેવાર અને તીથીએ ભક્તોની ભીડ ઉમટતી હોય છે.

Related posts

૯, ૧૬, ૨૩મીએ મતક્ષેત્રોના મથકોએ સુધારા વધારા કરાશે

aapnugujarat

બુટલેગરો બોટ મારફતે દારૂના જથ્થાને રાજ્યમાં ઘુસાડે છે

aapnugujarat

રવિવારે સરખેજ ખાતે અનુ. જાતિનાં ભાઈ-બહેનો માટે બનનારાં શિક્ષણ સંકુલનું ખાતમુહુર્ત

aapnugujarat
UA-96247877-1