Aapnu Gujarat
ગુજરાત

૯, ૧૬, ૨૩મીએ મતક્ષેત્રોના મથકોએ સુધારા વધારા કરાશે

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા અમદાવાદમાં નવા મતદારોની નોંધણી માટે તેમ જ નોંધાયેલા મતદારોના નામ-સરનામા સહિતની વિગતોમાં સુધારા માટે વિશેષ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. તા.૧ લી જૂલાઇથી હાથ ધરાઇ રહેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે સાતથી આઠ હજાર બેએલઓની નિમણૂંક કરવામાં આવી છે. કલેકટરોરેટ તંત્રના મતદાર યાદીના વિશેષ કાર્યક્રમ બાદ હાલ અમદાવાદ જિલ્લામાં ૫૧.૩૯ લાખ મતદારો છે, તે સંખ્યામાં એકથી બે ટકાનો વધારો થવાની સંભાવના છે અને તે જોતાં આવનારા દિવસોમાં અમદાવાદ જિલ્લાના મતદારોની સંખ્યા બાવન લાખને પાર થશે. અમદાવાદની આખરી મતદાર યાદી તા.૨૫-૯-૨૦૧૭ના રોજ જાહેર કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિશે માહિતી આપતાં જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧થી ૩૦ જૂલાઇ દરમ્યાન મતદાર યાદીની વિગતો ચકાસણી કરવાનો વિશેષ કાર્યક્રમ હાથ ધર્યો છે. જેમાં બીએલઓ દ્વારા મતદારરના ઘરની મુલાકાત, પિતા-પતિના નામ, અટક, સંબંધ, જન્મતારીખ, ફોટ, ઘરના નંબરમાં ક્ષતિ હોય તો જરૂરી આધાર પુરાવા સાથે સુધારા વધારા કરી શકાશે. જયારે ઘરના ૧૮ વર્ષથી ઉપરની વ્યકિતએ માહિતી પૂરી પાડવી, નવા સભ્યનું નામ ઉમેરવું, સ્થળાંતર કરેલા હોય અથવા અવસાન પામેલ વ્યકિતનું નામ કમી કરાવવા સહિત ડુપ્લીકેટ મતદાર કાર્ડ મેળવવા માટે તા.૯ જૂલાઇ, ૧૬ જૂલાઇ અને ૨૩ જૂલાઇ એમ ત્રણ રવિવાર દરમ્યાન સંબંધિત મતવિસ્તારના મતમથકોએ જરૂરી ફોર્મ અને આધારપુરાવા રજૂ કરવાથી તા.૧૦થી ૬ કલાક દરમ્યાન સુધારાવધારા કરી શકાશે. તા.૧ લી જૂલાઇથી હાથ ધરાઇ રહેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે સાતથી આઠ હજાર બેએલઓની નિમણૂંક કરવામાં આવી છે. તદુપરાંત, મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ગ્રામસભા-શહેરી સ્થાનિક સંસ્થતાઓ અને નિવાસી કલ્યાણ સંઘોની મીટીંગમાં કામગીરી હાથ ધરાશે. ફોટોવાળી આખરી મતદારયાદી તા.૨૫-૯-૨૦૧૭ના રોજ પ્રસિધ્ધ કરાશે. અમદાવાદ જિલ્લામાં તા.૧લી જૂલાઇ,૨૦૧૭ની સ્થિતિએ કુલ ૫૧.૩૯ લાખ મતદારો છે, જેમાં ૨૭.૦૨ લાખ પુરૂષ મતદારો, ૨૪.૩૬ લાખ મહિલા મતદારો અને ૧૦૨ થર્ડ જેન્ડરના મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં સૌથી વધુ મતદારો ઘાટલોડિયા વિધાનસભામાં અને સૌથી ઓછા મતદારો બાપુનગર વિધાનસભામાં છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૧૮૭૪ બિલ્ડીંગમાં ૫૪૧૩ મતદાનમથકો બનાવવામાં આવ્યા છે.

Related posts

વિરમગામ નળકાંઠાના થુલેટા ગામે આડાસંબંધને લઇ તીક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા

aapnugujarat

જિલ્લા પંચાયત કચેરી અમદાવાદ ખાતે મિડીયા સેલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ

aapnugujarat

જૂન-જુલાઈમાં લગ્નનાં માત્ર ૧૫ જ મુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1