Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતમાં બેરોજગારીનો દર ૮%

વૈશ્વિક આર્થિક મંદીએ દુનિયાભરમાં બેરોજગારી પ્રમાણ વધારે છે. ખાસ કરીને કોવિડ-૧૯ મહામારી અને રુસ-યુક્રેન બાદ ગ્લોબલ લેવલ પર બેરોજગારીનું પ્રમાણ વધી ગયુ છે. કેટલાક દેશોમાં મંદીની આશા વધારે રહેલી છે, જેમા જર્મની, યુકે, અમેરિકા અને યુરોપના કેટલાક દેશો સામેલ છે. મંદીની આશંકા બાદ દુનિયાભરમાં બેરોજગારી ઝડપી વધી રહી છે.
ગ્લોબલ લેવલે આર્થિક સંકટના કારણે મોટી -મોટી કંપનીઓમાંથી લાખો લોકોની છટણી કરવામાં આવી છે. અહીં બેરોજગારી દર ૩૨.૬ ટકા છે. તો ઈરાકમાં ૧૫.૫૫ ટકા બેરોજગારીનો દર બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર બોસ્નિયા અને હર્જેગોવિના છે, અહીં બેરોજગારીનો દર ૧૩.૩ ટકા છે. અફગાનિસ્તાન ૧૩.૩ ટકા રેટ સાથે ચોથા નંબર પર છે. પાકિસ્તાનમાં બેરોજગારીનો દર ૬.૩ ટકા છે, જ્યારે ભારતની બેરોજગારીનો દર ૮ ટકા છે. તેનો મતલબ એ છે કે પાકિસ્તાનના મુકાબલે ભારતમાં વધારે બેરોજગારી છે. જો કે પાકિસ્તાનની તુલનામાં ભારતની જનસંખ્યા ૭ થી ૮ ઘણી વધારે છે. પાકિસ્તાનમાં બરોજગારી સ્પેન, ઈરાન અને યુક્રેન જેવા દેશોથી પણ ઓછી છે.
જ્યારે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા પ્રમાણે અમેરિકામાં બેરોજગારીનો દર ૩.૮ ટકા છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૩.૭ ટકા બેરોજગારી છે. આ ઉપરાંત ચીનમાં બેરોજગારીનું પ્રમાણ આ દેશોના મુરકાબલે વધારે છે.

Related posts

રાફેલ ડિલ યુપીએ કરતા ખુબ સસ્તી : જેટલી

aapnugujarat

આરજેડી અને કોંગ્રેસના સંબંધો વધુ ખરાબ થઈ શકે

editor

ઓગષ્ટ સુધી વિવાદનો ઉકેલ લાવવા દલિતોની મહેતલ

aapnugujarat
UA-96247877-1