Aapnu Gujarat
મનોરંજન

બોક્સ ઓફિસ પર શાહરૂખની ‘જબ હેરી મેટ સેજલ ફ્લોપ’

બોલિવૂડના બાદશાહ ગણાતા શાહરૂખખાનની ફિલ્મ જબ હેરી મેટ સેજલનું પ્રથમ વીકનું બોક્સ ઓફિસ કલેક્શન આવી ગયું છે. ફિલ્મે પ્રથમ વીકેન્ડમાં ૪૫.૭૫ કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. જે શાહરૂખખાનની પાછળની ફિલ્મો કરતાં ઘણી ઓછી છે. રક્ષાબંધનના તહેવારમાં આ ફિલ્મની કમાણી માત્ર ૭ કરોડ રહી હતી. જાણીતા ફિલ્મ સમીક્ષક અન ટ્રેડ અનાલિસ્ટ તરણ આદર્શે ટવીટ કરીને જણાવ્યું હતું કે ફિલ્મે સોમવારે રક્ષાબંધનના દિવસે ૭.૧૫ કરોડની કમાણી કરી હતી અને શુક્રવારે ઓપનિંગ ડેના રોજ ફિલ્મે ૧૫. ૨૫ કરોડની કમાણી કરી હતી તો શનિવારે ૧૫ કરોડ અને રવિવારે ૧૫.૫૦ કરોડની કમાણી કરી હતી. જબ હેરી મેટ સેજલે ઘરેલુ બજારમાં બોક્સ ઓફિસ પર કુલ ૫૨.૯૦ કરોડની કમાણી કરી છે. ઇમ્તિયાઝની ફિલ્મ જબ હેરી મેટ સેજલને સમીક્ષકોએ બહુ સારા રેટિંગ આપ્યા નથી. અને દર્શકોએ પણ ફિલ્મને ખાસ પસંદ કરી નથી. ’ જબ હેરી મેટ સેજલ’નું બજેટ લગભગ ૬૫-૭૫ કરોડ રૂપિયા વચ્ચે બતાવવામાં આવે છે.

Related posts

बांबे हाई कोर्ट ने पायल घोष से पूछा

editor

जॉन अब्राहम हुए घायल

editor

ઈલિયાનાએ લગ્ન કર્યાની કરેલી કબૂલાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1