Aapnu Gujarat
રાષ્ટ્રીય

બે વર્ષમાં હોમ લોનનો EMI 20% વધી ગયો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જે રીતે વ્યાજદરમાં સતત વધારો કર્યો છે તેના કારણે હોમ લોનના ઈએમઆઈ વધી ગયા છે. છેલ્લા બે વર્ષની અંદર હોમ લોનના માસિક હપતામાં લગભગ 20 ટકાનો વધારો થઈ ગયો છે. તેના કારણે જે લોકો માંડ માંડ હોમ લોનનો માસિક હપતો ભરી શકતા હતા તેમના માટે સંકટની સ્થિતિ પેદા થઈ છે. અત્યારે હોમ લોનના દરને ધ્યાનમાં લેવામાં આવે તો એફોર્ડેબલ હાઉસિંગ જેવું કંઈ રહ્યું નથી તેમ કહી શકાય. કોઈ વ્યક્તિ 20 વર્ષ માટે લોન ભરે તો તેણે મુળ મદ્દલ કરતા વ્યાજ તરીકે વધારે રૂપિયા ચુકવવા પડશે.ANAROCKના તાજેતરના એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે 2023ના પ્રથમ છ મહિનામાં કુલ મકાનના વેચાણમાં એફોર્ડેબલ હાઉસિંગનો હિસ્સો ઘટીને લગભગ 20 ટકા થઈ ગયો છે. કોવિડ પછી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં એફોર્ડેબલ હાઉસિંગને સૌથી વધુ અસર થઈ છે. આ સેગમેન્ટના ખરીદદારો ખરીદીના નિર્ણય ટાળી રહ્યા છે.

હોમ લોનના વ્યાજદરમાં વધારો
એફોર્ડેબલ હાઉસિંગના ખરીદદારો અત્યારે હોમ લોનના ઉંચા વ્યાજદરથી પરેશાન છે. છેલ્લા બે વર્ષમાં તેમના ઈએમઆઈનો દર લગભગ 20 ટકા વધી ગયો છે. 30 લાખ સુધીની હોમ લોન માટે ફ્લોટિંગ ઈન્ટરેસ્ટ રેટ 2021ના મધ્યમાં 6.7 ટકા હતો જે હવે વધીને 9.15 ટકા થઈ ગયો છે. એક્સપર્ટ કહે છે કે જે હોમ લોનધારકો જુલાઈ 2021માં લોન પર 22,700 રૂપિયાનો ઈએમઆઈ ભરતા હતા તેઓ આજે 27,300નો હપતો ભરે છે. એટલે કે તેમણે દર મહિને લગભગ 4600 રૂપિયા વધારે વ્યાજ ભરવું પડે છે. ટકાવારીની રીતે જોવામાં આવે તો હપતો 20 ટકા વધી ગયો છે. આ રીતે તેઓ લોન ભરતા રહે તો તેમના વ્યાજના બોજમાં કુલ 11 લાખનો વધારો થશે. 2021ના વ્યાજદર પ્રમાણે તમારે 24.5 લાખની ચુકવણી કરવાની હોય તો આજના વ્યાજદર પ્રમાણે 35.5 લાખ ચુકવવા પડે છે.
હવે લોનધારકો 20 વર્ષ સુધી ઈએમઆઈ ભરતા રહે તો તેમણે મુદ્દલ કરતા વધારે વ્યાજ ભરવું પડે. કોઈ ખરીદદાર 40 લાખ રૂપિયાની પ્રોપર્ટી ખરીદે અને તેના માટે તે 20 વર્ષના ગાળા માટે 30 લાખની લોન લે તો 2021માં માત્ર 6.7 ટકા વ્યાજદર ચાલતો હતો જે હવે વધી ગયો છે. આ રીતે પૂરા 20 વર્ષ સુધી લોન ભરવામાં આવે તો કુલ 54.5 લાખની ચુકવણી કરવી પડે. તેમાંથી એકલા વ્યાજનો હિસ્સો 24.5 લાખ હશે.
આજે 30 લાખની લોન પર 9.15 ટકા વ્યાજદર ભરવો પડતો હોય તો માસિક હપતો લગભગ 27,300નો આવે છે. આ રીતે તમારે બેન્કને કુલ 65.5 લાખ નું પેમેન્ટ કરું પડે. તેમાંથી એકલા વ્યાજનો હિસ્સો જ 35.5 લાખ હશે અને બાકીનો મુદ્દલ હશે. આવા સંજોગોમાં મુદ્દલ કરતા વ્યાજ વધી જાય છે.
હોમ લોનને એવી રીતે સ્ટ્રક્ચર કરવામાં આવે છે કે શરૂઆતના વર્ષોમાં તમે જે ઈએમઆઈ ભરો તેમાં માત્ર વ્યાજ કપાય છે અને મુદ્દલ બહુ ઓછી ઘટે છે. તેથી તમે જ્યારે મોટા ભાગની રકમ વ્યાજમાં ખર્ચ કરો ત્યારે બચત પણ ઘટી જાય છે અને લોન ભરવામાં વધુ સમય લાગે છે. આ ઉપરાંત મકાનના ભાવ વધે ત્યારે મકાન વેચવામાં પણ ફાયદો નથી થતો કારણ કે પ્રિન્સિપાલ રકમ ચુકવવાની બાકી જ હોય છે.

Related posts

વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા

editor

India-Maldives signs treaty on mutual legal assistance in criminal matters

aapnugujarat

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન તુટે તેવા એંધાણ

aapnugujarat
UA-96247877-1