Aapnu Gujarat
રાષ્ટ્રીય

આધાર-પાન કાર્ડ ૩૦ જૂન સુધી લિન્ક કરવા આઈટીનું એલર્ટ

ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ મહત્વના ડોક્યુમેન્ટ છે. આનો ઉપયોગ ઓળખ પત્ર ઉપરાંત નાણાકીય મામલા જેમ કે ઈન્કમ ટેક્સ અને સરકારની અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટે થાય છે. પાન કાર્ડનો ઉપયોગ દરેક નાણાકીય વ્યવહારને પૂરા કરવા માટે કરવામાં આવે છે. ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાથી લઈને બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવા અને પ્રોપર્ટી ખરીદવામાં તમામ કાર્યો માટે પાન કાર્ડની જરૂર પડે છે.
જો તમે પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તેને ૩૦ જૂન સુધી કરી લો નહીંતર તે બાદ તમે મુશ્કેલીમાં પડી શકો છો. આ સંબંધમાં ઈન્કમ ટેક્સ વિભાગે ટ્‌વીટ કરીને લોકોને એલર્ટ કર્યા છે. પાન કાર્ડ ધારક ૩૦ જૂન ૨૦૨૩ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દે.
ઈનકમ ટેક્સ એક્ટ ૧૯૬૧ હેઠળ દેશના દરેક નાગરિક જેણે ૧ જુલાઈ ૨૦૧૭એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યુ છે અને તે લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી છે. પાન અને આધાર લિંકિંગની ડેડલાઈન ૩૦ જૂન ૨૦૨૩એ પૂર્ણ થવાની છે. અગાઉ આ ડેડલાઈન ૩૧ માર્ચ ૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી.
જોકે બાદમાં નાણા મંત્રાલયે ૨૮ માર્ચે એક પ્રેસ રિલીઝ કરીને જાણકારી આપી હતી કે ટેક્સપેયર્સની સુવિધાને જોતા પાન આધાર લિંકિંગની સમય મર્યાદાને વધારીને ૩૦ જૂન કરી દેવાઈ છે. જો તમે આ તારીખ ચૂકી જાવ તો પછી આ કામ માટે તમારે ૧૦૦૦ રૂપિયા પેનલ્ટી આપવી પડશે. જો ૩૦ જૂન સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવાયુ નહીં તો તમારુ પાન ઈનવેલિડ પણ થઈ જશે.
જો ૩૦ જૂન સુધી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારુ પાન કાર્ડ ઈનવેલિડ થઈ જશે અને તમારે ભારે આર્થિક નુકસાન વેઠવુ પડશે. પાન કાર્ડ વિના તમે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકશો નહીં. જો તમે શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો ત્યાં પણ મુશ્કેલી વેઠવી પડશે. આ સિવાય પાન કાર્ડ ઈનવેલિડ થવાની સ્થિતિમાં વ્યક્તિને ટેક્સ બેનિફિટ અને ક્રેડિટ જેવા લાભ પણ નહીં મળે અને બેન્ક લોન પણ લઈ શકશો નહીં.

Related posts

पेट्रोल-डीजल के बाद महंगी बिजली की पड़ सकती है मार

aapnugujarat

એનજીટીએ પર્યાવરણને પ્રદૂષિત કરવા બદલ ફોક્સવેગનને ૫૦૦ કરોડનો દંડ ફટકાર્યો

aapnugujarat

सोनिया गांधी ने प्रधानमंत्री को जन्म दिन की बधाई दी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1