Aapnu Gujarat
રાષ્ટ્રીય

સ્વદેશી બનાવટના ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ

ભારતમાં બનેલા ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાણીની અંદર જતી વખતે ટોર્પિડો સીધો લક્ષ્ય પર અથડાયો હતો. ડીઆરડીઓદ્વારા વિકસિત ટોર્પિડો સમુદ્રની અંદર દુશ્મનના જહાજ-સબમરીનનો વિનાશ કરશે. સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે.દેશમાં જ અત્યાધુનિક શસ્ત્રો બનાવવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. ડીઆરડીઓદ્વારા વિકસિત ટોર્પિડોનું પરીક્ષણ સફળ રહ્યું છે. આ હેવીવેઇટ ટોર્પિડોએ તેના પાણીની અંદરના લક્ષ્યને સફળતાપૂર્વક સાધ્યુ હતું. ભારતીય નૌસેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારતીય નેવી અને ડીઆરડીઓમાટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ટોર્પિડોએ તેના પાણીની અંદરના લક્ષ્યને સચોટ રીતે સાધ્યુ હતું. નૌકાદળે કહ્યું કે આ આત્મનિર્ભરતા હેઠળ ભવિષ્ય માટે અમારી લડાયક તૈયારી પ્રત્યે સમર્પણ દર્શાવે છે.ભારતે ગત સપ્તાહે જ વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. એમએચ૬૦ રોમિયો હેલિકોપ્ટર સ્વદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર ૈંદ્ગજી વિક્રાંત પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. નૌકાદળે કહ્યું કે હેલિકોપ્ટર સાથે નૌકા યુદ્ધ જહાજનું એકીકરણ એ સબમરીન વિરોધી યુદ્ધ અને ફ્લીટને સમર્થન આપવા તરફ એક મોટું પગલું છે. આનાથી પાણીમાં ભારતની લડાયક ક્ષમતામાં વધારો થશે તેમજ દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.નૌકાદળની શક્તિ ભવિષ્યના યુદ્ધોમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ સ્થિતિમાં સબમરીનની ભૂમિકા પણ વધશે. સબમરીનના ઉપયોગનો સામનો કરવા માટે ટોર્પિડો નિર્ણાયક સાબિત થશે. આ હથિયારો પાણીની અંદર થોડીક સેકન્ડમાં દુશ્મનની સબમરીનને નિશાન બનાવવાની શક્તિ ધરાવે છે. ભારત દ્વારા વિકસિત ટોર્પિડોનું સફળ પરીક્ષણ ભારતની લડાયક સજ્જતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Related posts

સરહદી ક્ષેત્રમાં મુસ્લિમો રાજસ્થાની ઓળખના બદલે અરબની પરંપરાને મહત્વ આપી રહ્યા છે

aapnugujarat

જીસેટ-૩૧ સફળરીતે લોંચ કરાયું

aapnugujarat

जब मुंछ नहीं थी, तब क्या भ्रष्टाचार करेंगेः तेजस्वी यादव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1