Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ પણ આઈસ્ક્રીમ માર્કેટમાં ઉતરવાની તૈયારીમાં

ભારતમાં આઈસ્ક્રીમ માર્કેટમાં ગરમાવો આવવાની તૈયારી છે. આઈસ્ક્રીમ ઉદ્યોગમાં અમૂલ (Amul), હેવમોર (Havmor) , વાડીલાલ (Vadilal) જેવી બ્રાન્ડ એકબીજાને ટક્કર આપી રહી છે, ત્યારે હવે રિલાયન્સ પણ આ સ્પર્ધામાં કૂદી પડે તેવી શક્યતા છે. રિલાયન્સ રિટેલ વેન્ચરની કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પોતાની નવી બ્રાન્ડ Independence સાથે આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ કન્ઝ્યુમરે (Reliance Consumer) ગુજરાત સ્થિત એક આઈસ્ક્રીમ ઉત્પાદક સાથે પ્રોડક્શનના આઉટસોર્સિંગ માટે વાતચીત શરૂ કરી છે.
આઈસ્ક્રીમના ઓર્ગેનાઈઝ્ડ માર્કેટમાં રિલાયન્સની એન્ટ્રીના કારણે સ્પર્ધામાં વધારો થશે. આ વિશે રિલાયન્સ ઈન્ડ.ને મોકલવામાં આવેલા ઈમેઈલનો જવાબ મળ્યો ન હતો. સૂત્રોએ કહ્યું કે ચાલુ ઉનાળામાં જ આઈસ્ક્રીમ માર્કેટમાં મુકવા માટે રિલાયન્સ અને સ્થાનિક ઉત્પાદક વચ્ચે વાતચીત ચાલુ છે જે અંતિમ તબક્કામાં પ્રવેશી છે. રિલાયન્સ તેના ગ્રોસરી રિટેલ પાર્ટનર્સ મારફત આઈસ્ક્રીમ બજારમાં લાવશે. રિલાયન્સની ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડ (Independence) ખાદ્યતેલ, કઠોળ, અનાજ અને પેકેજ્ડ ફૂડ્સ જેવી પ્રોડક્ટ બજારમાં ઉતારે છે.

આ વિશે એક એક્સપર્ટે જણાવ્યું કે રિલાયન્સની એન્ટ્રીથી આઈસ્ક્રીમ માર્કેટમાં મોટો ફેરફાર આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેનાથી કોમ્પિટિશનમાં વધારો થશે. રિલાયન્સ કયા માર્કેટને ટાર્ગેટ કરે છે અને કેવી પ્રોડક્ટ બજારમાં ઉતારે છે તે જોવું રસપ્રદ રહેશે. ભારતીય આઈસ્ક્રીમ માર્કેટની સાઈઝ 20,000 કરોડ કરતા વધુ હોવાનો અંદાજ છે. તેમાં ઓર્ગેનાઈઝ્ડ બ્રાન્ડ્સ પાસે લગભગ 50 ટકા બજારહિસ્સો છે. આગામી પાંચ વર્ષમાં ભારતીય આઈસ્ક્રીમ માર્કેટની સાઈઝમાં ડબલ ડિજિટમાં ગ્રોથ થવાની શક્યતા છે કારણ કે લોકોની ખર્ચપાત્ર આવક વધશે, તથા વીજળીની સગવડમાં વધારો થશે.
દેશમાં ગ્રામીણ બજારોમાં પણ આઈસ્ક્રીમની માંગ વધી રહી છે. તેના કારણે બીજી મોટી કંપનીઓ પણ આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશે તેવી શક્યતા છે. આઈસ્ક્રીમની વધતી ડિમાન્ડને પહોંચી વળવા માટે જાણીતા આઈસ્ક્રીમ ઉત્પાદકો હેવમોર, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ અને અમૂલ તેની કેપેસિટી વધારી રહ્યા છે.

ગુજરાતમાં આ વર્ષે આઈસ્ક્રીમની માંગ જોઈએ તેવી જામી નથી. એપ્રિલ મહિનાનો લગભગ એક સપ્તાહ વીતી ગયો છે પરંતુ હજુ સુધી ગરમી સાધારણ હોવાના કારણે આઈસ્ક્રીમની માંગમાં તેજી નથી આવી. આ વખતે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વારંવાર કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે તાપમાન નીચું રહ્યું છે. હજુ પણ ચારથી પાંચ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડવાની આગાહી છે તેના કારણે આઈસ્ક્રીમની માંગને અસર થશે. ગયા વર્ષે માર્ચ મહિનામાં 400 કરોડનો આઈસ્ક્રીમ વેચાયો હતો જ્યારે આ વર્ષે માત્ર 300 કરોડના આઈસ્ક્રીમનું વેચાણ થયું છે.

Related posts

લકઝરી પ્રોડકટસ પર એક ટકા કૃષિ સેસ ઝીંકાશે

aapnugujarat

વોડાફોન અને આઈડિયાના મર્જરને આવતીકાલે મંજુરી મળશે

aapnugujarat

એરટેલના અજય પૂરી COAI ના નવા ચેરમેન તથા જિઓના મિત્તલ બન્યા વાઇસ ચેરમેન

editor

Leave a Comment

UA-96247877-1