Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બેઈજિંગમાં સાઉદી અરેબિયા અને ઈરાને મિલાવ્યા હાથ

ઈરાન અને સાઉદી અરેબિયા બે મહિનાની અંદર સંબંધોને ફરીથી સ્થાપિત કરવા અને દૂતાવાસોને ફરીથી ખોલવા પર સંમત થયા છે. ઈરાન અને સાઉદીના સરકારી મીડિયામાં આ જાણકારી આપવામાં આવી રહી છે. ચીનની રાજધાની બેઈજિંગમાં થયેલી વાતચીત બાદ શુક્રવારે આ સમજૂતી થઈ. આ સંબંધ લગભગ 7 વર્ષ પછી ફરી જોડાવા જઈ રહ્યો છે. વર્ષ 2016માં શિયા ધર્મગુરુ નિમ્ર અલ-નિમ્રને સાઉદી અરેબિયામાં ફાંસી અપાયા બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. ઈરાની પ્રદર્શનકારીઓએ સાઉદી રાજદ્વારી મિશનો પર હુમલા કર્યા બાદ સાઉદી અરેબિયાએ ઈરાન સાથે સંબંધો તોડી નાખ્યા હતા.
ઈરાનની ન્યૂઝ એજન્સીએ શુક્રવારે જણાવ્યું કે, ‘વાતચીતના પરિણામસ્વરૂપ ઈરાન અને સાઉદી અરેબિયા બે મહિનાની અંદર રાજદ્વારી સંબંધોને ફરીથી શરૂ કરવા અને દૂતાવાસોને ફરીથી ખોલવા પર સંમત થયા છે.’ ઈરાનના સરકારી મીડિયાએ ચીનમાં થયેલી બેઠકની તસવીરો અને વિડીયો પણ પોસ્ટ કર્યા છે. તેમાં સાઉદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસાદ બિન મોહમ્મદ અલ-એબન અને ચીનના સૌથી સીનિયર રાજદ્વારી વાંગ યીની સાથે ઈરાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી શામખાની જોવા મળી રહ્યા છે.

ઈરાનની સરકારી ટીવી ચેનલે કહ્યું કે, ‘બંને દેશોના વિદેશ મંત્રી રાજદૂતોના આદાન-પ્રદાનની તૈયારીઓ માટે મળશે.’ ઈરાની મીડિયાની એક વિડીયો ક્લિપમાં વાંગને બંને દેશોની ‘સમજદારી’ પર અભિનંદન આપતા સાંભળી શકાય છે. તેમણે જણાવ્યું કે, ‘બંને પક્ષોએ પ્રામાણિકતા દર્શાવી છે. ચીન આ સમજૂતીનું સંપૂર્ણ સમર્થન કરે છે.’ સાઉદી પ્રેસ એજન્સી તરફથી પ્રકાશિત ઈરાન અને સાઉદી અરેબિયાના સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે, બંને દેશ સંપ્રભુતાનું સન્માન કરવા અને એકબીજાની આંતરિક બાબતોથી દૂર રહેવા પર સંમત થયા છે.

શિયા બહુમતી ધરાવતા ઈરાન અને સુન્ની મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા પશ્ચિ એશિયાના ઘણા સંઘર્ષ ક્ષેત્રોમાં અલગ-અલગ પક્ષોનું સમર્થન કરે છે. તેમાં યમન પણ સામેલ છે, જ્યાં ઈરાન હૂતી વિદ્રોહીઓનું સમર્થન કરે છે, તો સાઉદી એક સૈન્ય ગંઠબંધનનું નેતૃત્વ કરી રહ્યું છે, જે સરકારને સમર્થન કરે છે. બંને દેશોના પાડોશી ઈરાક એપ્રિલ 2021થી ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ઘણા તબક્કાની વાતચીતની યજમાની કરી ચૂક્યું છે. તેમાં બંને પક્ષોના સુરક્ષા અને ગુપ્તચર અધિકારી સામેલ થતા હતા.

Related posts

PM Modi held talks with Japanese PM Abe they discussed on issues of mutual interest

aapnugujarat

कमला हैरिस अमेरिकी राष्ट्रपति चुनाव की दौड़ से बाहर

aapnugujarat

મક્કામાંથી પવિત્ર ઝમઝમ પાણી લઈ જવા પર પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1