Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મક્કામાંથી પવિત્ર ઝમઝમ પાણી લઈ જવા પર પ્રતિબંધ

મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમથી લગભગ ૬૬ ફૂટ દૂર એક કૂવો આવેલો છે. એને ઝમઝમ કહેવામાં આવે છે. અરબીમાં આબનો અર્થ પાણી છે. એકંદરે આ કૂવામાંથી જે પાણી નીકળે છે એને આબ-એ-ઝમઝમ કહે છે. મુસ્લિમો એને સૌથી પવિત્ર જળ માને છે. એવું માનવામાં આવે છે કે આ કૂવો લગભગ ચાર હજાર વર્ષ જૂનો છે. ઉમરાહ અને હજ કરવા જતા યાત્રીઓ આ પાણી સાથે લઈ જાય છે. ઘરે પરત ફરીને આ લોકો તેને તેમના સંબંધીઓમાં પણ વહેંચે છે. એને એક પવિત્ર ભેટ પણ માનવામાં આવે છે.સાઉદી અરેબિયાની સરકારે હજયાત્રીઓને લગેજમાં મક્કાથી પવિત્ર જળ આબ-એ-ઝમઝમને લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે બુધવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે નોટિફિકેશનમાં એ નથી જણાવવામાં આવ્યું કે આ પવિત્ર જળને લઈ જવા પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એરલાઇન કંપનીઓને પણ આબ-એ-ઝમઝમ પર પ્રતિબંધના ર્નિણયનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જાે એમ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં દરેક હજયાત્રીને ૧૦ લિટર આબ-એ-ઝમઝમ લાવવાની છૂટ હતી. બાદમાં સાઉદી સરકારે તેને ઘટાડીને ૫ લિટર કરી દીધું હતું. હવે એને લઈ જવા પર જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાઉદી જનરલ એવિએશન ઓથોરિટીએ આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરી છે. એમાં જણાવાયું છે કે ભક્તો અને પ્રવાસીઓ એરપોર્ટથી પ્રસ્થાન સમયે આ પવિત્ર જળને ચેક-ઇન લગેજમાં લઈ જવા દેવામાં આવશે નહીં. આ ઓર્ડર પર એક્ઝિક્યૂટિવ વાઈસ-પ્રેસિડેન્ટ ફોર ઈકોમોનિક પોલિસીઝ એન્ડ ઈન્ટરનેશનલ કો-ઓપરેશન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તમામ નિયમોનું પાલન તમામ કોમર્શિયલ અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓએ કરવું પડશે. આદેશ મુજબ સામાનમાં કોઈપણ પ્રકારનું પ્રવાહી (આબ-એ-ઝમઝમ સહિત) લઈ જઈ શકાશે નહીં. સૂચના અનુસાર, જેદ્દાહ અને સાઉદી અરેબિયાના અન્ય તમામ એરપોર્ટ પર હાજર સ્ટાફ કડક તપાસ કરશે કે કોઈ યાત્રી પાસે સામાનમાં આ પવિત્ર જળની કોઈ બોટલ નથી. આ સંદર્ભે એરલાઇન કંપનીઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ જારી કરવામાં આવ્યું છે.

Related posts

World Bank prez David Mal pass meets Chinese Premier Li Keqiang discusses trade issues

aapnugujarat

US Presidential polls 2020: Will move SC to stop further voting says Donald Trump

editor

नेपाल ने भारत में बनी स्ट्राजेनेका कोरोना वैक्सीन को दी मंजूरी

editor

Leave a Comment

URL