Aapnu Gujarat
બિઝનેસ

એક મહિનામાં ત્રીજાથી 33માં નંબરે આવી ગયા ગૌતમ અદાણી

ક્યારેક વિશ્વા ત્રીજા સૌથી અમીર ઉદ્યોગપતિ રહી ચૂકેલા ગૌતમ અદાણી પાસે માત્ર એક તૃત્યાંશ જ સંપતિ રહી ગઈ છે. ગૌતમ અદાણી જેઓ 130 અબજ ડૉલરની નેટવર્ષ સાથે એક મહિના પહેલાં વિશ્વના ત્રીતા અમીર શખસ હતા, એક મહિનામાં તેઓ 33 નંબરે પહોંચી ગાય છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયેનર લિસ્ટમા ગૌતમ અદાણી 35 અબજ ડૉલરની સાથે 33માં નંબરે પહોચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બધુ અમેરિકી રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગનો નેગેટિવ રિપોર્ટ સામે આવ્યા બાદ થયુ છે. 24 જાન્યુઆરીના રોજ શોર્ટ સેલર કંપનીએ અદાણી ગ્રુપ વિરુદ્ધ પોકતાનો રિપોર્ટ જારી કર્યો હતો. ત્યારે તેમની સંપતિ 127 અબજ ડૉલર હતી. થોડા જ દિવસોમાં આ રિપોર્ટે તેમને 33મા ક્રમે પહોંચાડી દીધા છે. ગયા એક મહિનામાં અદાણી ગ્રુપમાં ઘણું બધુ જોવા મળ્યું છે.
હિન્ડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અકાઉન્ટિંગ ફ્રોડ, શેરોની કિંમતમાં ઓવરપ્રાઈઝ સહિત કેટલાંક ગંભીર આક્ષેપો મૂક્યા છે. પોતાના રિપોર્ટમાં હિન્ડનબર્ગે કહ્યું હતું કે, અદાણી સૂહની કંપનીઓના શેરના ભા 85 ટકા વધુ છે એઅને આજે તેની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. અદાણીના શેર 85 ટકા સુધી ઘટ્યા છે. ગૌતમ અદાણીને જ નહીં તેમના રોકાણકારો પણ ભારે નુકસાન પહોંચ્યુ છે.

ગૌતમ અદાણીની ખાનગી સંપતિ ઘટીને માત્ર 35 અબજ ડૉલર બચી ગઈ છે. 24 જાન્યુઆરીથીા લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન ગૌતમ અદાણીની નેટવર્ષ 127 અબજ ડોલરથી ઘટીને 35 અબજ ડૉલર સુધી આવી ગઈ છે. એક મહિનામાં તેમની સંપતિમાં એક તૃત્યાંશનો ઘટાડો થયો છે. હવે ગૌતમ અદાણી પાસે માત્ર એક તૃત્યાંશ સંપતિ જ બચી છે. જો બ્લૂમબર્ગ બિલિયેનર ઈન્ડેક્સમાં જોવામાં આવે તો ગૌતમ અદાણી સંપતિ 40 અબજ ડૉલરની આસપાસ રહી ગઈ છે.

ગૌતમ અદાણીના શેરોની કિંમતમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ રોકાણકારોમાં LIC સૌથી મોટું રોકાણકાર છે. જેને આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભારે નુકસાન પહોંચ્યું છે. અદાણીની પાંચ કંપનીઓમાં એલઆઈસીનું મોટુ રોકાણ છે. 24 જાન્યુઆરીના રોજ અદાણી કંપનીઓમાં એલઆઈસીનું કુલ રોકાણ 72193.87 કરોડ રુપિયાનું હતું. જે 23 ફેબ્રુઆરીના રોજ ઘટીને 26861.88 રુપિયા રહી ગયુ છે. એટલે કે અદાણીની કંપનીઓમાં એલઆઈસીનું રોકાણ 62.97 ટકા સુધી ઘટ્યું છે. એટલું જ નહીં એલઆઈસી પર બે ગણો માર પડ્યો છે. અદાણીના શેરોમાં 17 ટકા સુધીનો ઘટાડો થયો છે.

ગૌતમ અદાણીને લાગેલા ઝટકા બાદ એસબીઆઈના શેરોમાં પણ તેની અસર જોવા મળી છે. ગૌતમ અદાણીની કંપનીઓને એસબીઆઈએ મોટી લોન આપી છે. જો કંપની આ દેવુ ચૂકાવી ન શકે તો બેંકોને મોટુ નુકસાન થશે. આ ડરના કારણે એસબીઆઈના રોકાણકારો શેર વેચવા લાગ્યા છે. 24 જાન્યુઆરીના રોજ જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો તો એસબીઆઈના શેર 604.60 રુપિયાએ બંધ થયો હતો. 23 ફેબ્રુઆરીના રોજ કંપની શેર ઘટીને 521 રુપિયાએ પહોંચી ગયા છે. એક મહિનામાં એસબીઆઈના શેર 14 ટકા તૂટ્યા છે. એટલે કે જોવામાં આવે તો હિન્ડનબર્ગના રિપોર્ટના આંકડા માત્ર અદાણી સુધી જ સિમિત નથી, પરંતુ એની સાથે સંકળાયેલા લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે.

Related posts

સોનાની આયાતમાં ૩૭ ટકા સુધીનો ડિસેમ્બરમાં વધારો

aapnugujarat

अमेरिका की सिनर्जी ग्रुप ने जेट एयरवेज में दिखाई दिलचस्पी

aapnugujarat

India expressed disappointment over lack of support for raising quota in IMF : FM Sitharaman

aapnugujarat

Leave a Comment

UA-96247877-1