Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપની ભૌજાઇ બની ગઇ મોંધવારી : હેમંત સોરેન

મોંધવારી અને બેરોજગારીને લઇ કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકાર પર ભારે પ્રહારો કરતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે ભાજપે કયારેક મોંધવારીને ડાયન કહ્યું હતું પરંતુ એવું લાગે છે કે હવે તે પાર્ટીની ભૌજાઇ બની ગઇ છે.ચતરા જીલ્લામાં ખાતિયાની જોહાર યાત્રા હેઠળ એક જાહેરસભાને સંબોધિત કરતા સોરેને આરોપ લગાવ્યો કે ભાજપે ૨૦ વર્ષ સુધી ઝારખંડ પર શાસન કર્યુ પરંતુ કોઇ પણ આદિવાસી મુખ્યમંત્રીને પોતાનો કાર્યકાળ પુરો કરવા દીધો નહીં અને જયારે એક અન્ય આદિવાસી હવે રાજયનું સુકાન સંભાળી રહ્યાં છે તો પાર્ટી તેમની સરકારને તોડવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી સોરેને કહ્યું કે (સંયુકત પ્રગિતીશ ગઠબંધન- યુપીએના શાસન દરમિયાન) કીમતોમાં સામાન્ય વધારા પર હંગામો કરનારી પાર્ટી હવે એલપીજી સિલેન્ડરની કીંમત ૧,૦૦૦ રૂપિયાથી વધુ અને એક લીટર પેટ્રોલની કીમત ૧૦૦ રૂપિયાથી વધુ થવા પર ચુપ છે.તે સમયે તેમણે મોંધવારીને ડાયનના રૂપમાં જોઇ હવે એવું લાગે છે કે મોંધવારી તેમની ભૌજાઇ બની ગઇ છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો છે કે રાજયમાં વિરોધ પક્ષ તેમની સરકારને તોડવાનું કાવતરૂ રચી રહ્યાં છે કારણ તે નથી ઇચ્છતા કે ઝારખંડ આગળ વધે સોરેને કહ્યું કે તેમણે (ભાજપને) ઝારખંડ પર ૨૦ વર્ષ સુધી શાસન કર્યું પરંતુ રાજય દેશના સૌથી પછાત રાજયોમાંથી એક રહ્યું તેમણે ગુજરાત અને મહારાષ્ટ્ર પર પણ શાસન કર્યું પરંતુ તે રાજય આગળ વધી ગયું જયારે ઝારખંડને પાછળ ધકેલી દીધુ કારણ કે કોઇ પણ આદિવાસીને મુખ્યમંત્રીના રૂપમાં પોતાનો કાર્યકાળ પુરો કરવા દીધો નહીં હેમંત સોરેને કહ્યું કે ઝારખંડના પહેલા મુખ્યમંત્રી એક આદિવાસી હતો પરંતુ તેમને ત્રણ વર્ષ પુરા કરતા પહેલા જ પદેથી હટાવી દેવામાં આવ્યા હતાં બાદમાં એક વધુ આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા પરંતુ તેને પણ ત્રણ વર્ષથી વધુ આ પદ પર રહેવા દીધા નહીં હવે એક વધુ આદિવાસી રાજયનું સુકાન સંભાળી રહ્યાં છે અને તે સરકારને તોડવાનું કાવતરૂ રચી રહ્યાં છ.ે તેમણે વધતી બેરોજગારીને લઇ ભાજપ પર નિશાન સાંધતા તેમણે દાવો કર્યો કે રક્ષા દળો,બેંકો અને રેલવેમાં નોકરીની તક ઓછી થઇ ગઇ પહેલા કિસાનો અને મજદુરોના પુત્ર રક્ષા દળોમાં સામેલ થતા હતાં પરંતુ હવે અગ્નિવીર યોજના શરૂ કરવામાં આવી છે જે ફકત ચાર વર્ષ માટે રોડગારીની ગેરંટી આપે છે તેમણે કહ્યું કે કિસાનો અને મજદુરોના ભણેલા ગણેલા બાળકો બેંકો અને રેલવેથી જોડાતા હતાં પરંતુ હવે બેંકોની સંખ્યા ઓછી કરી દેવામાં આવી છે અને રેલવેનુું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

पठानकोट : मिलिट्री स्टेशन करीब बैग मिलने से अलर्ट

aapnugujarat

આર્કટિકના તીવ્ર પવનથી ઉત્તર ભારત ઠંડુગાર

aapnugujarat

જ્ઞાનવાપીના શિવલિંગની કાર્બન ડેટિંગ નહીં કરવા કોર્ટનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1